________________
પરિશિષ્ટ-૪ પંચ પ્રતિક્રમણ સૂત્ર
પ્રબોધ ટીકાગ્રંથમાંથી સામાયિક ક્રિયામાં વપરાતાં સૂત્રોનો ગુજરાતી કવિતામાં ભાવાનુવાદ. ૧. નવકાર - પંચ પરમેષ્ટીને નમસ્કાર.
દેહરા નમું પ્રભુ અરિહંતને, નમું સિદ્ધ ભગવંત, નમું આચાર્ય અને નમું, ઉપાધ્યાય ગુણવંત. ૧ નમું લોકમાં જે બધા, સાધુ છે વિચરંત, પરમેષ્ટી તે પાંચને, સજ્જન સહુ નમંત. ૨ નમસ્કાર આ પાંચને, કરે પાપનો અંત,
સહુ મંગલમાં તે પ્રથમ, મંગલ કહ્યું મહંત. ૩ ૨. પંચિંદિઅ’ – ગુરુગુણ સ્મરણ.
આગાથા પંચેન્દ્રિયના સંયમિ, ધારક નવવિધ બ્રહ્મચર્ય ગુપ્તિ, ચાર કષાયથી મુક્ત, એ અષ્ટદશ ગુણથી સંયુક્ત. ૧ પંચ મહાવ્રત યુક્ત, પંચવિધાચાર પાળવા શક્ત,
પંચ સમિતિ-ત્રિગુપ્તિ,-વાળા મુઝ ગુરુ છત્તિસ ગુણ યુક્ત. ૨ ૩. “ખમાસમણ” – પ્રણિપાત
હચ વંદન કરવા ઇચ્છું , શરીરે શક્તિ સહિત, ક્ષમાશ્રમણ ! હું આપને, વાંદું શીશ નમિત. ૧
અથવા–ગીતિ અહો ક્ષમાશ્રમણથી !, શક્તિ સહિત ને શરીરથી ઈચ્છું;
આપને વંદન કરવા, મસ્તકથી હું નમસ્કાર કરું છું. ૨જી જ
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org