________________
હોય છે. સર્વત્ર સમાન વ્યવહાર, ભક્તિરસનું માધુર્ય હોય છે. ભક્તિરસના માધુર્ય જીવના પરિણામમાં સાકરની જેમ મધુરતા ટકાવે છે, તેથી શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ ટકે છે. તે શાંતિ અને નમ્રતાનો અધ્યવસાય છે.
સર્વાત્માને સ્વાત્મ સમાન જાણે છે. પોતાના દુ:ખ નિવારણની સાથે અન્યના દુઃખનું નિવારણ કરે છે. અન્યના અપરાધને ક્ષમા આપે છે.
સમ ઃ તૂલ્ય પરિણામ; સમાન વ્યવહાર. સ્થિરપરિણામ સ્વરૂપ છે. રાગદ્વેષ રહિત અવસ્થા, શત્રુમિત્ર પ્રત્યે સમાન વ્યવહાર, માન-અપમાન, કનક હો કે પાષણ હો, વંદક હો કે નિંદક હો દરેક પ્રત્યે સમાન-તૂલ્ય ભાવ. મધ્યસ્થભાવ. માન અપમાન સમ ગણે, સમ ગણે કનક પાષણ રે, વંદુક નિંક સમગણે, ઇસો હોય તું જાણ રે, શાંતિનાથજિન સ્તવન આનંદઘનજી. ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોના સંયોગમાં અજ્ઞાનવશ મોહવશ, રાગદ્વેષના પરિણામ થાય છે. શ્રુત કે સમ્યજ્ઞાનના અભ્યાસ વડે વિવેક જાગૃત થતાં ૫૨ પદાર્થોમાં થતી ઇષ્ટાનિષ્ટની કલ્પના દૂર થાય છે, તેથી ચિત્ત સમવૃત્તિ ધારણ કરે છે. ઘોડા જેવાં પ્રાણીને અલંકાર પહેરાવો કે કાઢો તેને તેમાં હર્ષ વિષાદ નથી, તેમ મુનિને ઇષ્ટ મળશે કે અનિષ્ટ મળો સમવૃત્તિ છે.
શાસ્ત્રાનુસાર અભ્યાસને કારણે સર્વજ્ઞ ૫રમાત્માની આજ્ઞાપાલનરૂપ પરમભક્તિ પ્રગટ થાય છે, જેથી યોગોની પ્રવૃત્તિમાં સૌમ્યતા આવે છે. સમરસભાવ પેદા થાય છે.
આ સામાયિકના પ્રાયે મુનિ અધિકારી છે, તે મૈત્રી આદિ ભાવનાથી ભૂષિત હોય છે. મુનિ પોતાની આત્મસત્તાને સમસ્ત જીવોથી અભિન્ન જાણે છે, તેથી ક્યારે પણ સંક્લેશ પરિણામ થતા નથી. સંસારમાં, જે કંઈ વિવિધતા કે વિચિત્રતા છે તે કર્મયુક્ત છે, પ્રત્યેક જીવ કર્મવશ શુભાશુભ ભાવ કે વર્તન કરે છે. આવા કર્માધીન જીવો પ્રતિ મુનિ મધ્યસ્થ છે.
શાસ્ત્રના અધ્યયન દ્વારા, આત્મચિંતન, કે કર્મવિપાકના ચિંતન દ્વારા, અનિત્યાદિભાવના દ્વારા સમભાવ પેદા થવાનો સંભવ છે. સદ્ગુરુના બહુમાનપૂર્વક વિધિયુક્ત શાસ્ત્ર અધ્યયનથી ગૂઢ જ્ઞાન દ્વારા ચિત્ત સમભાવમાં આવે છે. સમ્મ સામાયિક : દૂધમાં સાકર ભળી ગયા પછી તેને છૂટી બતાવી શકાતી
ભવાંતનો ઉપાય ઃ
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org