________________
જોડવાનો અભ્યાસ તે સામાયિક યોગ છે. સર્વજીવમાં સમાનભાવના કેળવવાનો અભ્યાસ છે. સામાયિક ચારિત્રધર્મનું સૂચક છે. દેવાધિદેવ અરિહંત પરમાત્મામાં સંપૂર્ણ ચારિત્ર નિહિત છે. ગુરુતત્ત્વમાં સર્વવિરતિ ચારિત્ર, શ્રાવકમાં દેશવિરતિ ચારિત્ર છે. ધર્મ તો સ્વયમેવ સામાયિક સ્વરૂપ છે.
શ્રુત સામાયિક : અમુક સમય સુધી શાસ્ત્રપાઠ ભણવાનો નિયમ શાસ્ત્રવાચન કે શાસ્ત્રબોધ પણ તેમાં સમાય છે. શાસ્ત્ર પ્રત્યક્ષ સદ્દગુરુ ન હોય ત્યારે સાધકને બોધરૂપ આધાર છે. લાભ-અલાભ, માન-અપમાન, રાગદ્વેષ જેવા ઢંઢોમાં સમભાવમાં રહેવું તે શ્રુત સામાયિક છે, શ્રુતજ્ઞાન દ્વારા ક્રિયામાં અપ્રમતતા તે સામાયિક છે.
સમ્યક્ત્વ સામાયિક : આત્માના શ્રદ્ધા ગુણની શુદ્ધિ છે. ચૈતન્યમાત્ર પ્રત્યે સમાનભાવ, રાગદ્વેષ રહિત શુદ્ધિ, જિનવચનની અપૂર્વ શ્રદ્ધા, વિકલ્પ રહિત ભક્તિ અને આજ્ઞાપાલન જેવા પ્રકારો સમ્યક્ત્વ સામાયિકમાં જાય છે.
દેશવિરતિ સામાયિક : અર્થાત્ શ્રાવકાચારમાં આવતું નવમું વ્રત અથવા ગૃહસ્થજીવનમાં જે બે ઘડી - ૪૮ મિનિટનું સાવદ્યપાપના ત્યાગરૂપ નિયમ પચ્ચખાણ તે સામાયિક છે. આ સામાયિકમાં શ્રાવક સાધુની જેમ સમય ગાળે છે. અર્થાત્ હિંસાદિ પાપવ્યાપારોને સ્થૂલપણે ત્યજે છે. આવો અભ્યાસ વારંવાર થવાથી જીવમાં સર્વવિરતિના ભાવની દઢતા આવે છે.
સર્વવિરતિ સામાયિક : સંસારનો ત્યાગ કરીને જે અણગાર બન્યા છે તેમને જીવનપર્યત આ સામાયિક હોય છે. તેમાં નિરવ યોગોનું પાલન પ્રતિજ્ઞારૂપ છે. જીવમાત્ર પ્રત્યે સમભાવ, સર્વજીવની રક્ષારૂપ ઉપયોગ તે સર્વવિરતિનું સામાયિક છે. શુદ્ધ આંતરપરિણતિ પ્રત્યે સતતું જાગૃતિ તે મુનિનું સામાયિક છે.
ગૃહસ્થ રોજે શક્ય તેટલીવાર બે ઘડીનું શુદ્ધ સામાયિક કરે તો તેની ચિત્તવૃત્તિઓ શાંત થાય છે; સ્વાધ્યાયાદિનો લાભ મળે છે. મધ્યસ્થભાવના કેળવાય છે.
આવા ઉત્કૃષ્ટ અમૃત ક્રિયાના પ્રયોજક શ્રી તીર્થકર દેવો છે, તેને સૂત્રબદ્ધ કરનાર શ્રી ગણધર ભગવંતો છે. આ જીવન તેનું પાલન કરનાર અને વિધિવત્ નિર્માણ કરનાર મુનિશ્વરો છે. સમયની મર્યાદામાં પાલન કરનાર ગૃહસ્થ છે.
સામાયિક્યોગ
* ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org