________________
૪. સામાયિક માત્ર ક્રિયા નથી સાધના છે.
જેઓ વ્યવહારની સપાટીથી ઊંચે વિરાજે છે. તેઓ દરેક વસ્તુની તુલના તત્ત્વથી કરે છે. ગીતાર્થજનોએ સામાયિકને આત્મા કહ્યો છે.
“આયા ખલુ સામાઈયે” અર્થાત્ આત્મસ્વરૂપમાં રહેવું તે સામાયિક છે.
તેમાં જ તલ્લીન થવું તે નિશ્ચયથી સામાયિક છે. સામાયિકની વિધિ, ક્રિયાઓ, સ્વરૂપ પ્રત્યે લઈ જનારા તમામ નિમિત્તો વ્યવહાર સામાયિક છે. સાધુનું પૂરું જીવન જ સામાયિક છે. શ્રાવકધર્મમાં તે બાર વ્રત પૈકી નવમું વ્રત છે. અને શિક્ષાવ્રતમાં પ્રથમ છે.
આ સામાયિક માત્ર ક્રિયા નથી પરંતુ ઉચ્ચ કોટિની સાધના છે. સમતારૂપ સાધના તે યૌગિક ક્રિયા છે. કારણ કે સમતાયુક્ત પરિણામની શુદ્ધિ તે મોક્ષમાર્ગમાં જોડનારી પરિણતિ છે. * સામાયિક મોક્ષમાર્ગમાં જોડનાર ધર્મમય પરિણતિ છે.
સામાયિક એવું ઉચ્ચ કોટિનું અનુષ્ઠાન છે કે તે સમ્યગ્રજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગૂ ચારિત્રનું કારણ છે.
* સામાયિક કુશલ અનુષ્ઠાન છે.
* સામાયિકનું સમત્વ ચિત્તના સંકલેશ પરિણામોનો વિરોધ કરનારું ઉત્તમ સાધન છે.
સામાયિકના સાધકને સામાયિકમાં અનશન સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, જેવા તપ અંતર્ગત હોય છે. એ સામાયિકના ચાર પ્રકાર છે.
* શ્રુત સામાયિક * સમ્યકત્વ સામાયિક
દેશવિરતિ સામાયિક * સર્વવિરતિ સામાયિક
આ ચાર સામાયિકની વિશાળતા છે, સાધક શક્તિ, સમય, પરિણામ પ્રમાણે સામાયિકમાં રહી શકે છે. આ સામાયિક જો સાધ્ય થાય તો તે દેહમાં શ્વાસના જેવું સ્થાન લે છે. દેહ અંતસમયે શ્વાસથી જીવતો જણાય છે તેમ યોગી સાધક સમતા વડે આત્મસ્વરૂપમય જણાય છે. આત્માને નિર્મળ પરિણતિમાં ૧૮ જ
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org