________________
યદિ સ્તં સામ્ય સંતુષ્ટો વિશ્વ તુષ્ટ તદા તવઃ તલ્લોકસ્યાનું નૃત્યા, કિં સ્વમેવૈક સમં કુરુ.'
સામાયિક એટલે સમભાવ પિરણામ, આવા અચિંત્ય મહિમાવાન શુદ્ધ પરિણામની પ્રાપ્તિ માટે સર્વ સાવધ-હિંસાત્મક પાપવ્યાપારનો ત્યાગ કરી, વળી નિર્દોષ – નિરવધે સુકૃત્ય-યોગોનું સેવન કરવું જરૂરી છે.
સમભાવનો આચાર મૈત્રી આદિ ભાવનાને ધા૨ણ કે સેવન કરીને થાય છે. સાધકમાં જ્યારે વેર જેવા ભાવ કે સંસ્કાર નષ્ટ થાય છે ત્યારે મૈત્રી આદિ ભાવો સક્રિયપણે ધારણ થાય છે. એટલે સામાયિક કેવળ બે ઘડીની વિધિ માત્ર નથી પરંતુ નિર્દોષ અને નિષ્પાપ જીવનની પ્રતિજ્ઞા છે. જે જિનાજ્ઞાનું અનુસરણ છે. પ્રજ્ઞાવંત સાધકો તેવા નિરવધ જીવનના સ્વામી છે.
મન, વચન અને કાયા નિરંતર ક્રિયાશીલ હોય છે. તે ક્રિયા જો સ્વરૂપ લક્ષવાળી હોય તો ગુણકારી ગણાય છે. પરંતુ જો સ્વરૂપથી વિમુખ અને વિષય વિકાર, વિભાવની સન્મુખ હોય તો બાધક છે, અહિતકારી છે. તેથી ગુણકારી ક્રિયા આદરવા યોગ્ય છે. અને અગુણકારી ક્રિયા ત્યજવા યોગ્ય છે.
અજ્ઞાનવશ જીવનો સ્વભાવ અન્યના સંબંધમાં આકર્ષિત થાય છે. તેથી તે વિભાવદશામાં પ્રવૃત્ત થાય છે, એવા અવળા પરિણામી જીવસ્વભાવને સ્વભાવ સન્મુખ કરવા આત્મલક્ષયુક્ત તે યોગોની સક્રિયા આવશ્યક છે. અજ્ઞાન અને મોહનું યુગલ જીવને મૂંઝવે છે
અજ્ઞાન અને મોહને જાણે તે જ્ઞાની છે.
અજ્ઞાન અને મોહને મૂળમાંથી કાઢવાનો પ્રયાસ કરે તે સાધક યોગી છે. અજ્ઞાન અને મોહનો સંપૂર્ણપણે નાશ કરે તે અનુભવી છે. સર્વશ છે.
સંસાર, સંસારરૂપી ઉન્માર્ગ અને સાંસારિક સંબંધો કે સાધનો વડે જીવનો વૈભાવિક ભાવ પરિવર્તન પામતો નથી. તે માટે મુક્તિ, મુક્તિરૂપી સન્માર્ગ અને મુક્તિમાર્ગના મહાત્માઓનો પિરચય જરૂરી છે. તેઓના સમાગમમાં તત્ત્વરુચિ, તાત્ત્વિક અભ્યાસની આવશ્યકતા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના સ્વગુણનો પુરુષાર્થ દઢપણે કરવો જરૂરી છે.
સામાયિકયોગ
Jain Education International
For Private & Personal Use Only
* ૧૭
www.jainelibrary.org