________________
સુશ્રાવક, સુશ્રાવિકાઓ છે.
જેમ ગ્રીષ્મઋતુમાં મુસાફરને માર્ગમાં વૃક્ષની છાયા શીતળતા આપે છે, તેમ સંસારથી સંતપ્ત ગૃહસ્થને બે ઘડીનું શુભભાવકપૂર્વકનું સામાયિક સમતા આપે છે. આત્માનો આંતરિક પ્રકાશ પ્રગટ થતાં અજ્ઞાનમય અંધકાર દૂર થાય છે. અધ્યાત્મમાર્ગમાં આરૂઢ થવા સન્મિત્ર છે. સમાધિ દશાનું બળવાન કારણ છે માટે “બહુ સો સામાયિઇ કુજ્જા'' સામાયિકની ત્રીજી પ્રતિમામાં સૂચવ્યું છે કે પ્રમાદ વર્જીને સવાર-સાંજ ઉભયકાળ સામાયિક અવશ્ય કરવું.
સામાયિકની વિશદતા અને વિવિધતા
સામાયિકનો ફક્ત સામ શબ્દ જ અનેક ઉત્તમ પરિણામને પ્રગટ કરે છે. મૈત્રી આદિભાવોથી ભરપૂર એનું સામર્થ્ય છે. શ્રી આચારંગ સૂત્રમાં તેનું માહાત્મ્ય બતાવ્યું છે કે
“સમસ્ત જીવરાશિને આત્મવત્ માનીને તેની રક્ષા કરવી જોઈએ. કોઈને પણ દુ:ખ થાય નહિ તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે સર્વ જીવોની રક્ષા દ્વારા સંયમની સુરક્ષા થાય છે, અને સંયમની રક્ષા વડે સ્વાત્માની રક્ષા થાય છે. તેથી સમસ્ત જીવો પ્રતિ મૈત્રી ભાવ વડે તેમની હિંસાનો ત્યાગ કરવો. તે સર્વેને પૂર્ણ પણે અભય કરવા, તેમાં આત્માને પણ અભયની પ્રાપ્તિ થાય છે.”
જોકે સમસ્ત જીવો પ્રત્યે સમતાના પરિણામ છદ્મસ્થ-ગૃહસ્થને માટે સંભવ નથી. તો પણ શક્ય તેટલી હિંસા ત્યાગ અને અહિંસાનું સેવન કરવું જોઈએ. આ સામાયિક વિશાળતા અને વિવિધતાથી ભરપૂર છે. અર્થાત સામાયિકમાં શું નથી ? ધર્મનાં સર્વ અવલંબનો, આરાધના, અનુષ્ઠાનો તેમાં સમાય છે. * સામાયિક રત્નત્રયરૂપ છે.
* શ્રુત સામાયિક : સમ્યાન સ્વરૂપ છે.
* સમ્યક્ત્વ સામાયિક : સમ્યગ્દર્શન સ્વરૂપ છે.
* સર્વવિરતિ સામાયિક : સભ્યચારિત્ર્ય સ્વરૂપ છે. સામાયિક અપેક્ષાએ તત્ત્વત્રય છે.
૨૦
દેવતત્ત્વ: અરિહંત પરમાત્મા સંપૂર્ણ શુદ્ધ ચારિત્રયુક્ત છે. ગુરુતત્ત્વઃ ગુરુજનો સર્વવિરતિ ચારિત્રયુક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
ભવાંતનો ઉપાય ઃ
www.jainelibrary.org