________________
૩૪.' સામાયિકમાં શું કરશો?
વિધિ સહિત પ્રયોગ સામાયિક એટલે શાસ્ત્રોક્ત વિધિથી કરવાનું અનુષ્ઠાન છે. સમય ૪૮ મિનિટ પૂરી. એકાંત સ્થળે કે પવિત્ર સ્થાનમાં કરવું.
જીવનની એકએક પળ અમૂલ્ય છે. જો તું પ્રમાદમાં છું, તો કર્મરાજ તારી પળેપળનો હિસાબ રાખી તારી સાથે ચૂકવણી કરશે. જો તું સામાયિક જેવા ધર્મમાં છું તો પળે પળની શુદ્ધિનો ત્યાં હિસાબ છે, મુક્તિનું નિર્માણ છે.
સૌ પ્રથમ વિધિયુક્ત ઉપકરણ સહિત સામાયિકમાં પ્રવેશ કરવો. એકાંત, શાંત, શુદ્ધસ્થળ પસંદ કરવું. જ્યાં પ્રાયે જીવજંતુ કે અન્ય ઉપદ્રવ ન હોય તેવું સ્થાન જોવું. સમૂહમાં કે એકાંતમાં પણ શાંતચિત્તે આરાધન કરવું.
પ્રથમ કાયાને સ્થિર આસને રાખવી. મૌન ધારણ કરવું કે ધર્મવાર્તા - સત્સંગ કરવા. ધર્મધ્યાન કે શુભ ધ્યાનમાં પ્રવેશ કરવો. પૂરી વિધિમાં આત્મલક્ષ્યની ઊંડી ભાવના કરવી. કેવળ ક્રિયા કરવાનો સંતોષ ન લેવો. દરેક ક્ષણની જાગૃતિ રાખવી. (વિધિ પાછળ બતાવવામાં આવી છે.)
નવકારનું કે લોગ્રસનું (કાઉસગ્ગ) – ધ્યાન કરવું. પાંચ પ્રકારે સ્વાધ્યાય, શાસ્ત્રવાચન કરવું. સૂત્ર - શ્લોકો - પદો - સ્તવનો કંઠસ્થ કરવાં. ગુરુનિશ્રામાં સશાસ્ત્રોનો બોધ લેવો. ધર્મ કથા સાંભળવી, સંભળાવવી. અને જાપ કરવા. તત્ત્વાદિનું ચિંતન કરવું. બહુવ્યવસ્થિત ક્રમ ગોઠવી મનને દુધ્ધનમાં જતું રોકવું. ચંચળ ચિત્તને નવકાર મંત્ર કે અન્ય કાયોત્સર્ગમાં જોડવું. વળી સમભાવપેદા થાય તેવી ભાવનાઓ ભાવવી. ખૂબ ઉલ્લાસપૂર્વક દરેક ક્રમમાં મનને જોડવું. આત્મ કે પરમાત્મ ચિંતનમાં મનને જોડવું. આનંદનો અનુભવ લેવો.
દોષને ટાળવાની નિરંતર જાગૃતિ રાખવી. સર્વજ્ઞનાં વચનો કે તત્ત્વની સ્મૃતિ દ્વારા થોડીવાર ચિંતન કરવું. આત્મભાવનાની દઢતા માટે શુદ્ધાત્માનું ધ્યાન કરવું” શુધ્ધચિદ્રુપોહ ઉલ્લાસપૂર્વક નિતનવીનભાવનું અનુભાવન કરવું. કંટાળીને સમય પૂરો કરવો તે સામાયિક નથી. વધુ સામાયિકનો અવકાશ હોય તો વધુ સામાયિક કરવા. પરંતુ તે માત્ર ક્રિયા બનવી ન જોઈએ. ઉત્તરોઉત્તર ઉલ્લાસ પરિણામ થવાં જોઈએ. જેમ ધનાર્થીને ધનની વૃદ્ધિ આનંદ આપે છે. ૧૧૨
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org