________________
તેમ સાધકને ધર્મની વૃદ્ધિ આનંદદાયક જ હોય. દરેક સામાયિકમાં નવકારમંત્રની મુખ્યતા રાખવી. નિયમિતક્રમ પૂરો થાય પછી શાસ્ત્રવાચનની વિશેષતા રાખવી. મનઃસ્થિતિ કે ભૂમિકા પ્રમાણે ધ્યાન – ચિંતનનો અભ્યાસ કરવો. સમતાભાવની વૃદ્ધિ માટે વારંવાર ભાવના ભાવવી.
સામાયિકમાં મનને નવરું ન રાખવું, તે પોતે સંગ્રહેલા પુરાણા સંસ્કારમાં, સંસારના પ્રયોજનમાં પહોંચી જશે. માટે પુનઃ પુનઃ શુભોપયોગમાં રહેવા પ્રયાસ કરવો.
કેવળ બાહ્ય ક્રિયામાં સામાયિક પૂરું ન કરવું. પરંતુ અંતઃસ્તલમાં જવા શાંતચિત્તે પ્રયત્ન કરવો. સૂત્ર અને શાસ્ત્ર અભ્યાસ ઘણો ઉપયોગી છે. તત્ત્વના અભ્યાસ અને ચિંતનથી ચિત્તના ઊંડાણમાં પહોંચી જાવ, જુઓ અંતસ્થલ કેવું સાફ થતું જાય છે. એ સ્વચ્છ ભૂમિમાં બિરાજમાન ચૈતન્યરાજાનો ઠાઠ -વૈભવ જુઓ પછી ત્યાંથી પાછા ફરવું નહિ રૂ. છતાં મન કંઈ વધુ વાર ચૈતન્ય મહારાજાના સંગમાં ટકે નહિ, છતાં ત્યાંથી પાછું ફરીને તે તુચ્છ પદાર્થોમાં ફસાઈ ન જાય. માટે પરમાત્માના ગુણ ચિંતન સ્તવનમાં પુનઃ પુનઃ જોડવું.
શાસ્ત્રો જગતનું અને આત્માના સ્વરૂપનું ગહન રહસ્ય પ્રગટ કરે છે. તે જાણવું સમજવું રસપ્રદ છે. તેમાં આપણી જ સવિસ્તર કહાણી છે. માટે સામાયિકમાં સૂક્ષ્મ વિચાર વડે ઊંડા ઊતરો અને એ પ્રદેશમાં પહોંચો. જ્યાં કેવળ સુખ જ છે.
આઈનસ્ટાઈન પોતાના અભ્યાસમાં ખૂબ લીન રહેતા સમય થતાં નોકર જમવાની થાળી મૂકી જતો. આઈનસ્ટાઈન બે એક કલાક પછી ઊઠ્યા તેમણે જોયું કે ઓહ મેં તો જમી લીધું છે. પાછા અભ્યાસમાં લીન થઈ ગયા. બન્યું એવું હતું કે ઘરમાં બિલાડી હતી, તે છૂપે પગલે આવીને બધું પતાવી ગઈ હતી. ભાઈ, અભ્યાસ સ્વાધ્યાય આવો હોય. ત્યારે સામાયિક સાધનાથી સિદ્ધ થાય.
સામાયિકયોગ
- ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org