________________
*
ર...
૩૫સામાયિક વડે વિબનાશ: ઉધ્ધ ધ્યાન શુભ વૃત્તિ ચઢે છેઅનેક વિબો આવી નડે છે.
એ અગવડની સરસ દવા બતલાવજો રે...”
સદ્ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બતાવજો રે... આ વિબો કયાંય બહાર નથી. અંતરમાં પડેલા સંસ્કારોનું ઊઠવું તે વિનો છે. માનસિક રોગ જેવા છે. તેના શાસ્ત્રકારોએ ચાર પ્રકાર કહ્યા છે. તે સામાયિકમાં બાધક છે.
૧. અવિધિ દોષ. ૨. અતિ કે ન્યૂન પ્રવૃત્તિ ૩. દગ્ધ દોષ. ૪. શૂન્યદોષ .
૧. અવિધિદોષ : શાસ્ત્રોક્ત વિધિ કરતા અલ્પાધિક કરવું અથવા વિધિથી વિપરીત કરવું. પૂજાની જે વિધિ જેમ કહી છે તેમ કરવી જોઈએ. પહેલાં કરવાનું પછી કરે અને પછી કરવાનું પહેલાં કરે તેથી સગવડિયા વિધિ અવિધિ છે. આમ દરેક ક્રિયા માટે સમજવું.
ર. અતિ કે ધૂન પ્રવૃત્તિ : પોતાની શક્તિ કરતાં વધુ તપ, જપ કે દાન ઇત્યાદિ કરી પછી વિકલ્પો કરવા તે દોષ છે. તે પ્રમાણે શક્તિ છતાં ન કરવું તે પણ દોષ છે.
૩. દગ્ધ દોષ : કોઈ પણ અનુષ્ઠાન કરીને તેના બદલામાં આ લોક કે પરલોકના સુખની ઇચ્છા કરી, અનુષ્ઠાનની શુદ્ધતાને ગૌણ કરવી તે દગ્ધ દોષ છે.
૪. શૂન્યદોષ : સમજ કે ઉપયોગ વગર ક્રિયા કરવી. ગણત્રીના જપ કે સામાયિક ગણત્રીથી પૂરા કરવામાં ભાવ શૂન્યતા રહે, આકુળતા રહે તો તે શૂન્ય દોષ છે. ક્રિયા બરાબર થઈ કે નહિ, સૂત્ર કે તેના અર્થમાં ભાવ જોડાયો નહિ તેના ઉપયોગ વગરની ક્રિયા તે શૂન્યદોષ છે.
આવાં વિઘ્નોનો જય કરીને આગળ વધાય છે. જે જે ક્રિયા થાય તે પ્રમાણે ભાવના જાગવી જોઈએ. સૂત્રો પ્રત્યે, સૂત્રોના પ્રણેતા પ્રત્યે, દેવગુરુ પ્રત્યે અત્યંત ૧૧૪ -
ભવાંતનો ઉપાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org