SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ હું સચિત્-આનંદ-સ્વરૂપ છું. સમગ્ર જીવો સત્ ચિત-આનંદ-સ્વરૂપ છે. સર્વત્ર શાંતિ અને સુખ વિસ્તરો, તમારો ચૈતન્ય પ્રદેશ અત્યંત શાંત અને સ્થિર છે. તમે તમારા ભાવને - વિચારના પ્રવાહને તે બાજુ ઝુકાવી દો, ત્યાંથી તમને જે છે શાંતિ-સુખ અને નિરાકુળતા છે તેનું દર્શન થશે, કા૨ણ કે ત્યાં ભય, ચિંતા, આકુળતા જેવું છે નહિ. પરંતુ ચિત્તમાં પડેલા માયિક સુખના ભય-ચિંતાના સંસ્કારો વગેરેનો ઉદ્દભવ થશે છતાં તમારે ત્યાં ડગી જવું નહિ, પણ તમારા આત્મસ્વરૂપમાં સ્વભાવ પ્રત્યે જવાની ભાવનામાં દૃઢ રહેવું. ભગવાન મહાવી૨ અને અન્ય મહાત્માઓએ વન-ઉપવનમાં, એકાકી રહીને આજ કાર્ય કર્યું છે, અને ચેતનાની શુદ્ધતાને/પૂર્ણજ્ઞાનને પ્રગટ કરી ત્યાં સુધી જંપીને બેઠા નથી. તેમની પાસે પરમાત્માનો અનુગ્રહ, સત્પુરુષોના વચનબોધનો તેની ભૂમિકા પ્રમાણે સબળ આધાર હોય છે. જે પૂર્ણતા પામતા આપોઆપ અદૃશ્ય થઈ જાય છે. છતાં સંસારમાં ગૃહસ્થપણે છું. તને વ્યવહાર સુખની અપેક્ષા હોય તો પણ તેની મર્યાદા રાખજે, અને સંતોષ/સદાચરણયુક્ત રહેજે. તો તારું વ્યવહાર સુખ પણ નિર્દોષ રહેશે, અને પરમાર્થ પંથે જવાનો અભિગમ મળશે. તારો માર્ગ નિષ્કંટક બનશે. તમે તમારી જ શુદ્ધ ભાવના વડે, વિચાર વડે, મંત્રોચ્ચાર વડે તમારી ચેતનાને આંદોલિત કરો, નહિ તો તે મનાદિ યોગ વડે આંદોલિત થઈ કાર્યણવર્ગણા ગ્રહણ કરશે. અને તેના પિરણામથી સુખદુઃખનું સર્જન થશે. માટે યોગના વ્યાપારને શુભમાં પરિવર્તિત કરો, સામાયિક જેવા અનુષ્ઠાન વડે ભાવના આદિને નિર્મળ કરો, તેના વડે ચેતનામાં આંદોલન થશે તો પણ તમને અશુભ વિભાવથી બચાવશે. હિમાલયનાં હિમ શિખરો પણ હવા, પ્રકાશના આંદોલનથી પીંગળી જળ પ્રવાહ બને છે. મોટા મહાસાગર નું જળ પણ આંદોલિત થઈ વરાળરૂપે થઈ જાય છે. વાદળો આંદોલિત થઈ વરસે છે. એ જ જળકણોમાંથી જબરદસ્ત વીજળી પ્રકાશે છે. આવા તો કેટલાક પ્રકારો રોજના અનુભવમાં આવે છે. અરે ! તારો પોતાનો અનુભવ છે ને કે કરુણાબ્દ શ્રવણથી અપ્રવાહ સામાયિકોગ * ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy