________________
વહે છે. કોયલ કે કેયુરના અવાજથી તારું હૃદય પ્રસન્ન થાય છે. સિંહનાદથી મનુષ્ય કંપે છે. તો પછી હવે તું મંત્રના શબ્દમાં અને પુરુષના વચનમાં શા માટે શંકા કરે છે ? હા, તારો મંત્રજાપ અને શ્રવણ હજી તારા હૃદયને અલંકૃત કરી શક્યાં ન હોય તેમ બને, પણ તેમાં તો તારે ધીરજ/શ્રદ્ધા રાખી પુનઃ પુનઃ પ્રયત્ન જ કરવો પડશે. વળી રોજે પચીસ પચાસ મિનિટ ધર્મક્રિયા કર્યા પછી બાકીનો સમય દુરાચાર કે દુધ્ધનમાં ગાળે તો પણ મંત્રાદિ ફળવાન થતાં નથી, તેથી સમજો કે મંત્ર કે ક્રિયામાં દોષ નથી પણ તમારી મલિનતાનો દોષ છે, શંકા અને અશ્રદ્ધા કારણ છે.
શુભ કે શુદ્ધ ભાવના વિચાર) એ જ તમારું વાસ્તવિક બળ છે. તેના શુદ્ધ અશુદ્ધપણા પર આ જન્મ અને અનેક જન્મોના સુખદુઃખાદિનો આધાર છે. અરે મુક્તિનો પણ આધાર તે જ છે. એકની એક જ શુદ્ધ ભાવનાથી મનને ભાવિત કરતા રહો. તાનસેન જેવા ગવૈયાએ ગીત-શબ્દોના આંદોલનથી દીવા પ્રગટાવ્યા. વાજિંત્રના વારંવારના શબ્દોના અથડાવાથી ભીંતોમાં તિરાડ પડે. શૂરાતનવાળા વાદ્યોથી સૈનિકો રણમેદાનમાં ઊતરી જાન આપી દે. આ કંઈ કલ્પના નથી. માટે શંકા રહિત થઈ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ભાવનાનો પૂટ વારંવાર હૃદયને – ચેતનાને પહોંચાડો, તેમાંથી જીવનના સુખનો ખજાનો પ્રગટ થશે.
માનવને કંઈ પણ મેળવવાની અદમ્ય ઈચ્છા થાય છે ત્યારે તે જંપીને બેસતો નથી, અથાગ પ્રયત્ન વડે તે મેળવીને જંપે છે. તેમ જો તમને સાચું સુખ મેળવવાની અદમ્ય ઈચ્છા હશે તો તમે તે મેળવવા, તે જ્યાંથી મળે ત્યાં તમારી શક્તિને કામે લગાડશો. વળી આંતરિક સુખ મેળવવા તમારે કંઈ દૂર તો જવાનું નથી. તમારા શુદ્ધ અંતઃકરણમાં તમારે પ્રવેશ કરવાનો છે, તેમાં તમારે સહાય જોઈએ તો સત્પુરુષના, સત્શાસ્ત્રોના વચનનું અવલંબન લો. શુદ્ધભાવ વડે શુદ્ધ અંત:કરણમાં પહોંચી જાવ, ત્યાં કેવળ શુદ્ધ સાગર લહેરાય છે, સમતારસનો દરિયો ત્યાં ઊછળે છે.
સુખ મેળવવાનો પ્રવાહ ઘણો પ્રબળ છે, એટલે જીવમાત્રમાં તે અનાદિકાળથી ચાલ્યો આવે છે, પરંતુ ચેતના તંત્ર સાથે બીજા વૈભાવિક પરિબળો હોવાથી જીવ સાચા સુખની ભાવનાને આંબી શકતો નથી. જે મહામાનવોએ એ સુખના માર્ગે ઝુકાવ્યું તેમણે તે સુખ પ્રાપ્ત કર્યું.
ઉપર
જ
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org