________________
૧ અનંતજ્ઞાન – જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે વિશેષણે જાણે છે.
૨ અનંતદર્શન – દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે સામાન્યપણે દેખે છે.
૩ અવ્યાબાધ સુખ – વેદનીય કર્મનો ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડા રહિત – નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે.
૪ અનંત ચારિત્ર – મોહનીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રનો સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વભાવમાં સદા અવસ્થિત રહે છે. તે જ ત્યાં ચારિત્ર છે.
૫ અક્ષયસ્થિતિ – આયુકમનો ક્ષય થવાથી નાશ નહિ થાય એવી અનંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી તેથી સાદિ અનંત કહેવાય છે.
૬ અરૂપીપણું – નામકર્મનો ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરહિત થાય છે. કેમકે શરીર હોય તો એ ગુણો છે, પણ સિદ્ધને શરીર નથી. તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે.
૭ અગુરુલઘુ – ગોત્રકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે-હળવો અથવા ઊંચ-નીચપણાનો વ્યવહાર રહેતો નથી.
૮ અનંતવીર્ય – અંતરાય કર્મનો ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, " અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય શક્તિ પ્રાપ્ત થાય છે. સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરી શકે તેવી શક્તિ સ્વાભાવિક સિદ્ધમાં રહેલી છે, છતાં તેનું વીર્ય કદી ફોરવતા નથી, અને ફોરવશે નહિ. કેમકે પુદ્ગલ સાથેની પ્રવૃત્તિ એ તેમનો ધર્મ નથી. એ ગુણથી આત્મિક ગુણોને જેવા છે તેવા ને તેવા રૂપે ધારી રાખે, ફેરફાર થવા દે નહિ. નમો આયરિયાણં Iણા
પાંચ આચારને પાળે અને બીજાને પળાવે એવા અને વળી ધર્મના નાયક છે તે આચાર્ય મહારાજના છત્રીશ ગુણો છે, તે નીચે પ્રમાણે :
૧ સ્પર્શનેંદ્રિય (ત્વચા-શરીર), ૨ રસનેંદ્રિય (જીભ), ૩ ધ્રાણેન્દ્રિય (નાક), ૪ નેત્રંદ્રિય (આંખ) અને પક્ષોનેંદ્રિય (કાન), એ પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયોમાં
૧૬૬ *
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org