SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પહે મનગમતા ઉપર રાગ અને અણગમતા ઉપર દ્વેષ આચાર્ય મહારાજ કરે નહિ. બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિ એટલે શીયલની નવ વાડોને જાળવી રાખે. ક્ષેત્રનું જેમ વાડથી રક્ષણ થાય છે તેમ આ નવ વાડોથી શિયળનું રક્ષણ થાય છે. ૧ સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય ત્યાં વસે. ૨ સ્ત્રીની સાથે રાગથી વાતો કરે નહિ. ૩ સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ બે ઘડી સુધી બેસે નહિ અને પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી ત્રણ પહોર સુધી બેસે નહિ. ૪ રાગ વડે સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. ૫ સ્ત્રી-પુરુષ સુતાં હોય અગર કામભોગની વાત કરતાં હોય ત્યાં ભીંતના આંતરે રહે નહિ. ૬ અગાઉ ભોગવેલા વિષયાદિને સંભારે નહિ. ૭ સ્નિગ્ધ આહાર કરે નહિ. ૮ નીરસ એવો પણ અધિક આહાર કરે નહિ. ૯ શરીરની શોભા-ટાપટીપ કરે નહિ. સંસારની પરંપરા જેનાથી વધે તે કષાય. તેના ચાર પ્રકાર છે. ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લોભ – એ ચાર કષાય આચાર્ય મહારાજ કરે નહિ. મહાવ્રત એટલે મોટાં વ્રત પાળવામાં આકરાં હોય તે મહાવ્રત પાંચ છે. ૧ પ્રાણાતિપાત વિરમણ – કોઈ જીવનો વધ કરવો નહિ. ૨ મૃષાવાદ વિરમણ – ગમે તેવું કષ્ટ આવી પડે તેમ હોય તો પણ અસત્ય વચન બોલવું નહિં. ૩ અદત્તાદાન વિરમણ – કોઈની ન આપેલી નજીવી ચીજ પણ લેવી નહિ. ૪ મૈથુન વિરમણ – મન, વચન, કાયાએ કરીને બ્રહ્મચર્ય પાળવું – વિષયસુખ ભોગવવાં નહિ. ૫ પરિગ્રહ વિરમણ – કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહિ તેમજ ધમપકરણ, પુસ્તક આદિ વસ્તુ પોતાની પાસે હોય તેના ઉપર મૂચ્છ રાખવી નહિ. એ પાંચ મહાવ્રત સાધુ મુનિરાજ પાળે છે. આચાર્ય મહારાજ જે પાંચ આચારને પાળે છે, તે આ પ્રમાણે – ૧ જ્ઞાનાચાર – જ્ઞાન ભણે-ભણાવે, લખે-લખાવે, જ્ઞાનભંડાર કરાવે, સામાયિકદ્યોગ ૮ ૧૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy