________________
છે તે, કારણ કે તેમને કેવળજ્ઞાન છે તેથી કાંઈપણ તેમને અજ્ઞાત રહી શકતું નથી.
૩ પૂજાતિશય – જેનાથી શ્રી તીર્થકર સર્વને પૂજ્ય છે, એટલે ભગવંતની પૂજા રાજા, બલદેવાદિ, દેવતા, ઇંદ્ર આદિ કરે છે. અગર કરવાની અભિલાષા કરે છે તે.
૪ વચનાતિશય – જેનાથી શ્રી તીર્થંકરની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે. કારણ કે તેમની વાણી સંસ્કારાદિક ગુણવાળી છે. આ વાણી ૩૫ ગુણે સહિત છે. તે ગુણો નીચે પ્રમાણે -
૧. સર્વ ઠેકાણે સમજાય તેવી. ૨. યોજન પ્રમાણ સંભળાય તેવી. ૩. પ્રૌઢ. ૪. મેંઘ જેવી ગંભીર. ૫. શબ્દવડે સ્પષ્ટ ૬. સંતોષકારક છે. દરેક મનુષ્ય એમ જાણે જે મને જ કહે છે એવી. ૮. પુષ્ટ અર્થવાળી. ૯, પૂર્વાપર વિરોધ રહિત. ૧૦. મહાપુરુષને છાઝે એવી. ૧૧. સંદેહ વગરની. ૧૨. દૂષણરહિત અર્થવાળી. ૧૩. કઠણ વિષયને સહેલો કરે એવી. ૧૪. જ્યાં જેવું શોભે ત્યાં તેવું બોલાય એવી. ૧૫. પદ્રવ્ય અને નવ તત્ત્વને પુષ્ટ કરે એવી. ૧૬. પ્રયોજન સહિત. ૧૭. પદરચના સહિત. ૧૮. છ દ્રવ્ય, નવતત્ત્વ પટુતા સહિત. ૧૯, મધુર. ૨૦. પારકો મર્મ જણાઈ ન આવે એવી ચતુરાઈવાળી. ૨૧. ધર્મ-અર્થ પ્રતિબદ્ધ. ૨૨. દીપ સમાન પ્રકાશક – પ્રગટ) અર્થ સહિત. ૨૩. પરનિંદા અને પોતાના વખાણ વગરની. ૨૪. કર્તા, કર્મ, ક્રિયા, કાળ, વિભક્તિ સહિત. ૨૫. આશ્ચર્યકારી. ર૬. વક્તા સર્વગુણસંપન્ન છે એવું જેમાં લાગે તેવી. ર૭. ધૈર્યવાળી. ૨૮. વિલંબ રહિત. ૨૯. ભ્રાંતિ રહિત. ૩૦. સર્વ પોતાની ભાષામાં સમજે એવી. ૩૧. શિષ્ટ બુદ્ધિ ઉપજાવે એવી. ૩૨. પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે તેવી. ૩૩. સાહસિકપણે બોલે એવી. ૩૪. પુનરુક્તિદોષ વગરની. ૩૫. સાંભળનારને ખેદ ન ઉપજે એવી.
આઠ પ્રાતિહાર્યના આઠ અને ચાર મૂળ અતિશયના ચાર મળી કુલ ૧૨ ગુણ અરિહંત ભગવાનના જાણવા. નમો સિદ્ધાણં પરા
આઠ કર્મનો ક્ષય કરીને સાધ્યું છે મોક્ષપદ જેણે તે સિદ્ધ સિદ્ધ ભગવાનના આઠ ગુણ છે, તે આ પ્રમાણે –
સામાયિકયોગ
૧૬ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org