________________
શકાય નહિ.
૭ દુંદુભિ – ભગવંતના સમવસરણ વખતે દેવતાઓ દેવદુંદુભિ વગેરે વાજિંત્રો વગાડે છે. તે એમ સૂચવે છે કે- હે ભવ્યો! તમે શિવપુરના સથવારા તુલ્ય આ ભગવંતને સેવો.”
૮ છત્ર – સમવસરણમાં ભગવંતના મસ્તક ઉપર ઉપરાઉપર શરદઋતુના ચંદ્રતુલ્ય ઉજ્વળ અને મોતીની હારોએ સુશોભિત ત્રણ ત્રણ છત્રો દેવતાઓ રચે છે તે. ભગવંત સમવસરણમાં પૂર્વાભિમુખે બેસે છે અને બીજી ત્રણ દિશાઓમાં ભગવંતના જેવાં પ્રતિબિંબો દેવતાઓ સ્થાપે છે. તેથી બાર છત્ર સમવસરણમાં હોય. એ એમ સૂચવે છે કે – “ત્રણ ભુવનના સ્વામી એવા આ ભગવંતને હે ભવ્યો તમે સેવો!” સમવસરણ ન હોય ત્યારે પણ આ આઠ પ્રાતિહાર્ય તો હોય જ છે.
અતિશય એટલે ઉત્કૃષ્ટતા. વિશિષ્ટ ચમત્કારવાળો ગુણ. આ મૂળ ચાર છે.
૧ અપાયાપગમાતિશય – (અપાય–ઉપદ્રવ, તેનો અપગમ–નાશ) આ બે પ્રકારના છે –
* સ્વાશ્રયી – એટલે પોતાના સંબંધમાં અપાય એટલે ઉપદ્રવનો દ્રવ્યથી અને ભાવથી નાશ કર્યો છે તે,
દ્રવ્ય ઉપદ્રવ – સર્વ રોગો. આ પોતાને ક્ષય થઈ ગયા હોય છે.
ભાવ ઉપદ્રવ – અંતરંગ અઢારે દૂષણો પ્રભુએ નાશ કરેલ છે આ અઢાર નીચે પ્રમાણે –
(૧) દાનાંતરાય. (૨) લાભાંતરાય. (૩) વીર્યાતરાય. (૪) ભોગાંતરાય. (૫) ઉપભોગાંતરાય. (૬) હાસ્ય. (૭) રતિ. (૮) અરતિ. (૯) ભય. (૧૦) શોક. (૧૧) જાગુપ્સા–નિંદા. (૧૨) કામ. (૧૩) મિથ્યાત્વ. (૧૪) અજ્ઞાન. (૧૫) નિદ્રા, (૧૬) અવિરતિ (૧૭) રાગ. (૧૮) દ્વેષ.
આ રીતે સ્વાશ્રયી અપાયાપગમાતિશય.
વે પરાશ્રયી અપાયાપગમાતિશય – જેનાથી પારકાના ઉપદ્રવ નાશ પામે, એટલે જ્યાં ભગવાન વિચરે, ત્યાં દરકે દિશામાં મળીને સવાસો જોજન સુધી પ્રાયઃ રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, દુકાળ આદિ થાય નહિ.
ર જ્ઞાનાતિશય – જેનાથી ભગવાન લોકાલોકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે
૧૬૪ જ
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org