SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ એસો પંચનમુક્કારો ॥૬॥ એ પાંચેને કરેલ નમસ્કાર. ૬ ના સવ્વપાવપ્પણાસણો સર્વ પાપનો નાશ કરનાર છે. ૭ મંગલાણં ચ સવ્વેસિં વળી સર્વ મંગલમાં. પઢમં હવઈ મંગલં તા પ્રથમ મંગલ (ક્લ્યાણરૂપ) છે. ८ પદ (૯) સંપદા (૮) ગુરુ (૭) લઘુ (૬૧) સર્વવર્ણ (૬૮). ઇતિ નવકાર સૂત્ર. ૧ નમો અરિહંતાણં ॥૧॥ * કેવળજ્ઞાન પામીને ભવ્યજીવોને બોધ દેતા અગર બોધ દેવાને વિચારતા તીર્થંકર મહારાજા તે શ્રી અરિહંત. તેમના બાર ગુણ આ પ્રમાણે૧ અશોક વૃક્ષ જ્યાં ભગવંતનું સમવસરણ રચાય ત્યાં ભગવંતના દેહથી બાર ગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મોપદેશ આપે છે તે. = ૨ સુરપુષ્પવૃષ્ટિ – એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં જળ-સ્થલમાં ઉત્પન્ન થયેલ સુગંધી પંચવર્ણા અચિત્ત ફૂલોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ દેવતા કરે છે તે. ૩ દિવ્ય ધ્વનિ – ભગવંતની વાણીને માલકોશ રાગ, વીણા, વાંસળી, આદિકના સ્વરવડે દેવતા પૂરે તે. ૪ ચામર રત્નજડિત સુવર્ણની દાંડીવાળાં ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે. - ૫ આસન – ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે. ૬ ભામંડળ – ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ (તેજનું માંડલું) દેવતા રચે છે તે. તે ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામું જોઈ સામાયિકયોગ * ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy