________________
* ઇન્દ્રિયોના વિષયોની વિષમતા રહિત સમતા, * ૫૨ પદાર્થો પ્રત્યેથી ઇચ્છા રહિત સમતા. * સર્વ ચિત્તવૃત્તિઓના શમનથી સમતા. * સર્વ સંજ્ઞાથી સ્વાતંત્ર્યરૂપી સમતા.
ક્યાંય દુઃખનો અંશ ન મળે. એવી આ સમતા યોગીઓને આત્મસાત્ છે. પોતાને પીડા આપનારને પણ પીડા ન કરે તેવો પ્રશાંત યોગી હોય છે. એવા યોગીઓનું અવલંબન ભવપાર કરવાનો પ્રબળ સહારો છે.
મહાત્માઓ કલ્યાણકારી પરોપકાર કરતા જ રહે છે. એમનાથી તે થઈ જાય છે, તેથી પરોપકાર કર્યા પછી તે ગાજતા નથી. ગાજ્યા વગર વરસે તેવા પ્રશાંત છે. તેમનાં વચન મર્માળા હોય છે. જો જીવ રાગાદિનું કૌવચ પહેરીને તેમની પાસે ન જાય તો તે તેમના વચનથી જરૂર વીંધાય છે અને સત્પંથને પકડી લે છે. આ જ સુખી થવાનો ઉપાય છે.
અસંતોષની અંતરદાહ અગન જાળ બળતી હશે તો વિપુલ સંપત્તિ પણ તને સુખ નહિ આપે. જો અન્યના સુખમાં તું સુખી તો તને સુખ શોધતું આવશે. અગર દુ:ખ જ તારો મિત્ર રહેશે. કેવળ પાપ છે, ત્યાં દુઃખ છે એમ ન માનતો, પણ પ્રેમ નથી ત્યાં દુ:ખ છે.
જીવનમાં યૌવન અને સૌંદર્યનો એક સમય આવે છે, તેમ સંયમ અને શીલનો સમય પણ આવે છે. હવે જો તેનો સંસ્કાર દૃઢ થયો હોય, જીવનના પ્રારંભના પવિત્ર દિવસથી વિકસતો તે સંસ્કાર અંત સમયે પૂર્ણતા આપે છે. માનવજીવન પામીને તને માનસરોવરના હંસરૂપે મોતીનો ચારો ચરવાનું આમંત્રણ છે. બીજી બાજુ ઉન્માર્ગ ભર્યો ભૂંડની જેમ કાદવમાં રહેવાનો યોગ પણ સંભવ છે પસંદગી તારે હાથ છે.
માનવજીવનમાં અંતરયાત્રા કર્યા વગર આંતિરક શક્તિ જાગૃત થતી નથી. સંકલ્પબળ વડે જીવનમાં સફળતા મળે છે. સદ્ગુરુના સહયોગથી થતી અંતરયાત્રા તારા કઠોર હૃદયને પણ પીગળાવશે. બરફની કઠોરતા જરા માત્ર ગરમીના સ્પર્શથી પીગળે છે ના ? લોઢું પાણીના કોમળ સ્પર્શથી કટાઈને પીગળે છે ના ? પછી ભાઈ તું સદ્ગુરુના સહારાથી કેમ નહિ પીગળે ?
પ્રભુ મહાવીરના કોમળ શબ્દ સ્પર્શથી ઇન્દ્રભૂતિ ગૌતમની બરફ જેવી
સામાયિકયોગ
* ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org