________________
(૧૫) સામાયિક સર્વજ્ઞનું વચન પ્રમાણ
જીવ ક્યાં તો ઉન્માર્ગે છે, ક્યાં તો સન્માર્ગે છે. સંસારનો રાહ ઉન્માર્ગ છે. સર્વજ્ઞનો માર્ગ સન્માર્ગ છે. સઘળી પરિસ્થિતિમાં સમતા ધારણ કરવી તે સંતોનો માર્ગ છે. તેનું અનુસરણ તે સાધના છે. સૂર્ય ઊગે તે પૂર્વ દિશા જ હોય, તેમ સર્વજ્ઞના વચન તે સત્ શાસ્ત્ર. સંત-સદ્ગુરુ સમજાવે તે સન્માર્ગ, આ શ્રદ્ધાથી આત્માના જ્ઞાન દર્શન વિકાસ પામે છે.
“તરૂવર, સરવર, સંતજન ચોથા વરસે મેહ,
પર ઉપકારને કારણે, ચારે ધરીયો દેહ.” તરૂવર – વૃક્ષો ફળ આપે છે પોતે આરોગતા નથી. સરવર-તૃષા છિપાવે છે, પોતે જળપાન કરતું નથી. સંતજન પોતે કષ્ટ સહન કરે પણ જંતુ માત્રની રક્ષા કરે.
મેઘરાજ કશા જ ભેદ વગર વરસે. જાણે કે પર ઉપકાર એ જ એમનો પ્રાણ હોય ! તેમ સંતો પણ નિઃસ્પૃહ ભાવે બોધની વર્ષા કરતા હોય છે.
સંતવાણી આચાર સહિત હોવાથી સ્વના જ્ઞાનનો ક્ષયોપશમ થઈ વૈરાગ્યને દઢ કરે છે, અને સન્માર્ગે જવા ઉપકારી છે, જો એ વાણી આચાર રહિત હોય તો કદાચ જ્ઞાનાવરણીય કર્મનો આંશિક ક્ષયોપશમ થાય પરંતુ મોહનીય કર્મનો ક્ષયોપશમ ન થાય. માટે શુદ્ધાચાર એ સંતોનું જીવન છે. એવા સંતોનું અવલંબન – આજ્ઞા વડે સન્માર્ગ સાધ્ય બને છે. સંતના પક્ષે શુદ્ધાચાર છે. તો શિષ્યના પક્ષે વિનય અને વિવેક છે. ભલે શિષ્યમાં કંઈ જ્ઞાન ન હોય પરંતુ દેવગુરુની આજ્ઞા – આદેશમાં તેને રુચિ છે, શ્રદ્ધા છે. સમર્પણ છે. તેને સન્માર્ગ સાધ્ય છે.
સર્વજ્ઞ પરમાત્માનો બોધ છે કે તું અનાદિકાળથી દેહમાં રહ્યો પણ જડ નથી બન્યો, જવરૂપે જ રહ્યો છું. ભલે તું કર્માધીન રહ્યો પણ જીવસ્વરૂપે જ છું. માટે તું જીવને વળગી રહે તો શિવ થઈશ.
રાવણ સીતાનું હરણ કરીને લઈ ગયો, તેણે સીતાને અનેક પ્રલોભનો આપ્યાં, પરંતુ સીતા રાવણની ન થઈ. રાવણ રૂપવાન હતો. લંકાનગરી સુર્વણની હતી. અંતઃપુર સુખ સામગ્રીથી ભરેલું હતું છતાં સીતાએ રામને જ સર્વસ્વ
સામાયિકયોગ
- ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org