________________
કલ્યાણનો ભાવ સામાયિકના પ્રયોગથી કેળવાય છે.
વિશ્વના જીવો સાથે સંકેલશ પરિણામ હોય હિતની ઉપેક્ષા હોય તો જીવ સામાયિક વડે સમભાવને સાધી શકતો નથી. ગમે તેટલા જાપ કરે તો પણ કઠણ કમને, ઘાતી કર્મના પહાડોને તોડી શકતો નથી. અપૂર્વ વિર્ષોલ્લાસ કે નિર્મળ અધ્યવસાય વડે કઠણ કર્મો નાશ પામે છે. તેવા અધ્યવસાય વિશાળ ભાવના વગર સંભવ નથી. આવું તાત્ત્વિક સામાયિકરૂપી સાધન એક માનવભવમાં પ્રાપ્ત છે, તેથી માનવભવ દુર્લભ મનાયો છે. એ દુર્લભતાને ટકાવવી અને ક્ષુદ્રતામાં ન જવા દેવાની પૂરેપૂરી જાગૃતિ રાખવી. તે દુર્લભ એવા માનવભવની સાર્થકતા છે.
- આ સામાયિક ધર્મ બે ઘડીથી શરૂ થાય છે અને જીવનભરનું બને છે, તેમાં કેવળ સામાયિકની સર્વ અવસ્થાઓને જીવંત રાખવી તે સાર્થકતા છે. તે અવસ્થાઓ છે, સમત્વ, મધ્યસ્થતા, પરહિતચિંતા, સર્વ સંરક્ષણભાવ, સમભાવ, આત્મતુલ્ય મનોવૃત્તિ, પરમ સમતા, ઉદાસીનતા, નિર્વિકલ્પતા, સંકલેશ રહિત સમાધિભાવ વગેરે.
તાત્ત્વિક સમતા એ સામાયિકનો પ્રાણ છે. સર્વાત્મમાં સમદષ્ટિ, સ્વાત્મા પરમાત્મ સ્વરૂપ છે તે શ્રદ્ધા, આવું યથાર્થ દર્શન જ સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે, તેમાંથી તાત્ત્વિક સમતા જન્મે છે.
જીવમાત્રમાં મોક્ષના કારણભૂત જ્ઞાનદર્શનાદિ ઢંકાઈને રહેલા છે, તેવી ભાવના વડે જીવમાં તે ગુણો પરિપક્વ થાય છે. અને આત્મજ્ઞાન પ્રગટ થવામાં સહાયક થાય છે.
જીવો પ્રત્યે મૈત્રીભાવ અને પુદ્ગલ પ્રત્યે મધ્યસ્થ ભાવ રાગાદિને શમાવે છે. વિષયાભિલાષ નબળા પડે છે. કષાયો ઘટે છે, પ્રમાદ શમે છે. યોગો શુભમાં પ્રવર્તે છે. આમ સમત્વ પેદા થાય છે.
માનવજન્મ ધારણ કરીને પોતાના સુખ માટે ઘણાનું ઋણ લીધું છે. તે ચૂકવવા માટે સર્વ જીવોના હિતની ચિંતા છે. અન્યને દીધેલા દુઃખનું પ્રાયશ્ચિત્ત છે આ ભાવમાં દઢતા સેવવી તે સમ્યક્ત્વ છે, એ સામાયિકનું અંગ છે. સામાયિક ધર્મમાં આવી વિશાળતા છે, જેમાં વિશ્વવ્યાપી સદ્ભાવ થવાનું સામર્થ્ય છે.
"પ્રતિપદ્યા શુભ શમન, નિશ્રેયસ્સાધક શ્રમણ લિંગમ, કૃત સામાયિક કર્મા પ્રતાનિ વિધિવત સમારોપ્યા”
૨૪ જ
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org