________________
(તમે શું કરો ? ગુરુજીની ભૂલ થતી હશે ટોપલામાં પાણી ન રહે. ઘડો લઈને જાવને ?” પેલો તો નાચતો-કૂદતો તળાવે પહોંચ્યો. ગુરુજીએ મને આ કામને પાત્ર માન્યો. આ ઉલ્લાસમાં જ્ઞાનવરણ ક્ષીણ થતું ગયું.
તળાવે ત્રણ કલાક પાણી ભરવામાં ગાળ્યા. પાણી ટોપલામાં રહે નહિ. પણ એક ભાવ ગુરુઆજ્ઞા છે. ટોપલામાં પાણી ભરાશે. ગુરુ પ્રત્યેના ઉપકારક ભાવમાં જ્ઞાનાવરણ ક્ષીણ થતું ગયું.
ત્રણ કલાકે ગુરુ તળાવકિનારે આવ્યા બૂમ પાડી. તે દોડતો અને રોતો આવ્યો. “હું પાત્ર નથી.” પાણી ટોપલામાં ભરાતું નથી. અને ગુરુ એ તેના માથે વાત્સલ્યપૂર્ણ હાથ મૂક્યો. “ઉઠ બેટા.” તારી સાધના પૂરી થઈ.
આશ્રમમાં ગયો અને ગુરુએ કલમ-તાડપત્રી આપ્યાં. તે શિષ્ય શાસ્ત્ર લખવામાં, જ્ઞાન પચાવવામાં નિપૂણ થયો. આણાએ તપ. વિકલ્પરહિત પરિશ્રમ.
આજ્ઞાકારકને ધડ પરથી શીશ કપાય તેમ અહંકારનો નાશ કરવાનું તપ હોય છે. વિનીત શિષ્ય જ આજ્ઞાપાલનમાં રહી શકે છે. તેના બદલામાં તેને નિપદની પ્રાપ્તિ થાય છે.
સેવે સદ્ ગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” – શ્રી આત્મસિદ્ધિાસ્ત્ર
એક તત્ત્વચિંતકની પાછળ કોઈ તેમની નિંદા કરતું. કોઈ ) વ્યક્તિએ તેમને વાત કરી કે તમારી ગેરહાજરીમાં તે વ્યક્તિ તમારી નિંદા કરે છે.
તત્ત્વચિંતકે કહ્યું કે મારી ગેરહાજરીમાં મને કોઈ મારી નાંખે, તો મને કંઈ વાંધો ખર્ચ ? “ના” આપણી ગેરહાજરીમાં કોઈ આપણી 1. નિંદા કરે, તે વળી ત્રીજા મુખે સાંભળીએ, આપણે શા માટે આકુળ થઈએ ? આમાં દેહાભિમાન કેટલું ઘટ્યું છે. તે સમજાય.
અંતર્મુખતાની આ પાત્રતા છે. દેહ કે મનના ધોરણે જે કંઈ બને છે તે બને છે. ત્યાં રોકાવાની જરૂર નથી. તમે જ્ઞાનચેતનાના સ્તરે ટકો ત્યાં તમને નિચકુળતાનું સુખ મળશે.
૭૬
*
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org