________________
(૨૨, સામાયિક : આજ્ઞાપાલકનું ઔચિત્ય :
સામાયિક લીધું કે ઉચ્ચર્યું ક્યારે કહેવાય? કરેમિભંતે સામાઈય, હે ભગવન ! હું સામાયિક કરું છું, આપે દર્શાવેલા બોધ પ્રમાણે સાવદ્ય પ્રવૃત્તિઓનો સામાયિકના સમય સુધી ત્યાગ કરું છું. આ આજ્ઞાપાલનનું ઔચિત્ય છે. અર્થાત્ સ્વ-પર હિતાર્થે જીવવું તે ઔચિત્ય છે. આજ્ઞાપાલક મુખ્યત્વે સિદ્ધાંતથી જિનાજ્ઞાનો ધારક છે. અને પ્રત્યક્ષ ગુરૂઆશાનો ધારક છે.
આણાએ ધમો આણાએ તવો
આજ્ઞા એ ધર્મ અને આજ્ઞાએ જ તપ.” આજ્ઞાનો અર્થ પરમપવિત્ર પુરુષોના પગલે ચાલવું. તેમણે જીવનનો જે રાહ બતાવ્યો તેમાં શ્રદ્ધાપૂર્વક, વિકલ્પરહિત ચાલવું. સમર્પિત થઈને રહેવું. આ નિશ્ચિત સાધના છે.
શિષ્ય વિચારે કે ગુરુ જે દશામાં છે, તેનાથી હું ઘણી નીચી ભૂમિકાએ છું. છતાં મને કેટલું આપી રહ્યા છે ? અગર તો હું આ વિકટ માર્ગે ચાલવાનું સાહસ ક્યાંથી કરું ? આટલા જન્મોમાં કે આ જન્મમાં મેં મારી તાકાત પર શું મેળવ્યું ? પાંચ ડગલાં ચાલ્યો અહંકારે ત્રણ ડગલાં પાછો વાળ્યો, છતાં સદ્દગુરુના યોગે ચાલતો જ રહ્યો.
આજ્ઞાપાલનને શરીર કરતાં ભાવ સાથે વિશેષ સંબંધ છે. તમારી ઇચ્છાઓ કે આકાંક્ષા ત્યાં ગૌણ બને છે. કેવળ આજ્ઞાપાલનનો ઉત્સાહ એવો છે કે ગુરુની આજ્ઞા મળે કે શિષ્ય નાચતો-કૂદતો થઈ જાય.
કોઈ શિષ્યને આજ્ઞા મળી કે આશ્રમમાં રસોડું સંભાળવું. તે કંઈક શાસ્ત્રાભ્યાસી હતો, છતાં તેને વિકલ્પ ન ઊઠ્યો કે રસોડામાં શું સાધના કરવાની ? ઘરે શું ખોટા હતા ? ગુરૂઆજ્ઞાનું બહુમાન હોય, કેવું કામ સોંપ્યું તેનો વિકલ્પ નહિ. પાંચ વર્ષ પૂરા પ્રેમથી રસોડું સંભાળ્યું. ગુરુ આજ્ઞાનું માહાસ્ય ધારણ કર્યું. ભવિષ્યમાં તે ઉત્તરાધિકારી તરીકે નિમાયો. આણા એ ધમો – કર્તવ્યમાં છે.
એ આશ્રમમાં તદ્દન અણપઢ હતો. અન્ય આશ્રમવાસીઓનું કામ કરે. રોજે ગુરુના દર્શનમાં પોતાને ધન્ય માને. શાસ્ત્રવાચના વખતે એક છેડે બેસી રહે. પાંચ વર્ષે એક દિવસ ગુરુ કહે બેટાઆ ટોપલામાં પાણી ભરી લાવ.
સામાયિકયોગ
* ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org