________________
કરે છે, અને સત્સંગનો પરિચય વિશેષ રાખે છે, જે આત્મ પરિચયનો ઉપાય છે.
દેહમમત્વ અને દેહાભિમાન જીવનો પુરાણો દીર્ઘકાળનો સંસ્કાર છે. તે એકાએક ક્ષીણ થતો નથી. સત્સંગ અને સત્સમાગમના યોગે તેમાં મંદપણું આવે છે. પોતાપણાનો અહંકાર ઘટે છે, ત્યારે અંતરવૃત્તિ પ્રત્યે લક્ષ જાય છે. પ્રારબ્ધવશાત્ પરભાવનો પરિચય પ્રાપ્ત થાય છે ત્યારે આત્મભાવમાં રહેવું વિકટ થાય છે. એમ જાણીને સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્તિ થવા તે પ્રયત્નશીલ છે.
દેહનું અવિનાશીપણું જાણવા છતાં, તેનું અનિત્યપણું લક્ષ્યમાં આવતું નથી. વળી નિત્ય એવા આત્મા પ્રત્યે પણ લક્ષ્ય જતું નથી. દેહભાવનો સંસ્કાર દઢ થયેલો છે, તેથી પુનઃ પુનઃ નિત્ય એવા આત્માનો મહિમા જાણી તે પ્રત્યે વૃત્તિને વાળવી. જેથી આત્મગુણનું આરાધન આત્મપરિચયમાં પરિણમે.
આત્મપરિચય એટલે ઉદય કર્મના સાક્ષી રહેવું પણ ભોક્તા ના થવું. જેમ જેમ અંતરવૃત્તિની વિશેષતા થાય છે તેમ તેમ હું શુદ્ધ આત્મસ્વરૂપ છું તેવું દર્શન દઢ થાય છે. આત્મપરિચયની લગની લાગે છે. તેમ તેમ એકાંત દુરાગ્રહ ઘટતા જાય છે, સંત પંથનો આગ્રહ ઘટતો જાય છે. પરભાવ પરકથામાં નિરસતા આવે છે. સ્વદોષ દર્શનની સ્પષ્ટતા થાય છે. ચિત્તની વક્રતા દૂર થાય છે.
પાંચ વિષયની વૃત્તિ સમજાય છે. ભૌતિક પદાર્થોની અનિત્યતા સમજાય છે. વૈરાગ્યભાવ પુષ્ટ થાય છે. સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ભક્તિ વૃદ્ધિ પામે છે. તેમના બોધ વચનમાં અપૂર્વ શ્રદ્ધા દઢ થાય છે. આત્મવિચાર વડે આત્મપરિચય વૃદ્ધિ પામે છે. આત્મવિચાર વડે આત્મજ્ઞાન બળવાન થાય છે. ત્યારે પરપરિચયથી સ્વાત્મબુદ્ધિ ક્ષીણ થાય છે.
દુઃખ ગમે તેટલું આવે તો પણ તે પોતાના પાપ કરતાં ઓછું ) છે, તેમ માનો. સુખ ભલે થોડું હોય તોપણ તે પોતાના સુકૃત્યના ! પ્રમાણમાં ઘણું છે એમ માનો, તો આર્તધ્યાનથી બચી જવાશે અને ધર્મધ્યાનમાં પ્રવેશ મળશે. - - - - - - - - - - - - -
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org