________________
સંસારના અભિગમથી શોધે છે, કે જ્યાં દુઃખ મુક્તિનો ઉપાય નથી. કોઈ વિરલ જીવો જ દુ:ખ ટાળવાનો યથાર્થ ઉપાય શોધે છે. કારણ કે દુઃખથી મુક્ત થવાનું યથાર્થ કારણ ન મળે તો ઉપાય પણ યથાર્થ ન જ મળે.
- અજ્ઞ આવો જાણતા જ નથી કે શરીરની વ્યાધિ માત્ર ઔષધથી મટતી નથી મનનું દુઃખ બાહ્ય સાધનથી મટતું નથી. પરિવાર વધવા કે ઘટવાથી પારિવારિક દુઃખ જતું નથી. માટે સુજ્ઞ જીવોએ જાણ્યું કે આવા દુઃખથી મુક્ત થવાનો ઉપાય બીજો જ છે. દુઃખનું મૂળ અજ્ઞાન છે, અજ્ઞાન ટળે જ્ઞાન પ્રગટે ત્યારે જીવને આત્મસ્વરૂપનો પરિચય થાય તેથી તે જ્ઞાન વડે જ્ઞાનની પરિપકવતા વડે સમતાને સાધ્ય કરે છે. સમતા સુખનો મૂળ ઉપાય હોવાથી યોગીઓ શમરસમાં નિમગ્ન થઈ આત્માનંદને પ્રાપ્ત કરે છે.
પ્રશાન્તાત્મસ્વરૂપની ખૂમારી સાશ્ચર્ય ઉપજાવનારી છે. પરમપુરુષદશા વર્ણનમાં કહે છે કે જેને કંચન કાદવ લાગે છે, રાજગાદીનાં પદ હિણાં છે. રાગ-સ્નેહ તો ભાવમરણ સમાન છે. માન મોટાઈ તો માટીની ગાર જેવી છે. સિદ્ધિ જેવા જોગને વિષ સમાન માને છે. ઐશ્ચર્ય અશાતા–અસુખ સમાન લાગ છે. પૂજ્યતા, માન સત્કાર અનર્થકારી લાગે છે. કાયા તો રાખનો ઢગલો જાણે છે. ભોગવિલાસ તો ઝાળ જેવો લાગે છે. ગૃહવાસ તો તીક્ષ્ણ હથિયારના ભોંકાવા જેવો લાગે છે, આરંભનાં કાર્યો તો મૃત્યુ સમાન જાણે છે. કીર્તિ આદિ તો મેલ જેવાં ભાસે છે. પુણ્યના યોગ વિષ્ટા જેવા નિરર્થક લાગે છે. પરમદશાનું વર્ણન આવું છે. જો કે પ્રશાંતાત્મા યોગીને કંઈ વિકલ્પ નથી પરંતુ તેમની ખુમારી આ પ્રકારે હોય છે. કારણ કે તેઓ અસંગ થયા છે મૌન થયા છે અને નિર્વિકલ્ય થયા છે.
આથી સર્વ જીવ પ્રત્યે સર્વ ભાવ પ્રત્યે સમરસીભાવ રાખવો, આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, અજન્મા, અમરણા અને અસંગરૂપ છે. આવી પ્રતીતિમાં સમ્યગુદર્શન થાય છે. તે સમ્યગુદર્શનાદિ શુદ્ધ ચારિત્ર વડે જીવકર્મનો ક્ષય કરી શાશ્વત સુખને પામે છે.
સંસારસુખની સ્પૃહાથી જે સંવેગ અને નિર્વેદ પામે છે તે જ્ઞાનીને સમાધિ પ્રાપ્ત થાય છે. જેમ આકાશને વિષે પર પદાર્થોને પ્રવેશ નથી તે પદાર્થોના પરિણમનથી તે રહિત છે, તેમ સમાધિયુક્ત જ્ઞાની પુરુષો સર્વ પ્રકારે અન્ય ભાવ
સામાયિકક્યોગ
આ ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org