________________
છે, પણ એને ખબર નથી કે આ પણ જવાનું છે. અથવા માટે જવાનું છે. એ જતાં શોક મળવાનો છે.
પ્રભુના અષ્ટપતિહાર્યો પ્રભુના પુણ્યાતિશયો છે, પ્રભુએ ઉત્કૃષ્ટ સંયમ આરાધ્યો, અન્ય જીવોને આત્મવત્ જાણ્યા, પાળ્યા અને તેનો બદલો મળ્યો, ત્યારે નિઃસ્પૃહ રહ્યા. એ પુણ્યાતિશયોનો લાભ જગતજીવો પાસે ધરી દીધો. આવી ઉદારતા સંયમ-સામાયિકનો પરિપાક છે. સામાયિકની સમતા જીવમાં આવું ઐશ્ચર્ય પેદા કરે છે.
પરમાત્માએ પ્રથમ અનુકંપા-કરુણા અપેક્ષાએ મૂક જીવો પ્રત્યે કરી, પછી આભાસી સુખમાં ભ્રમિત થયેલા જીવો પછી ભલે તે ચક્રવર્તી હોય કે સમ્રાટ હોય તેમને ઢંઢોળ્યા. “બુઝો બુઝો સંસાર દુઃખથી ભરેલો છે. શોકથી ગ્રસ્ત છે. આમ સુખિયા/દુ:ખિયા સૌ જીવોના દુઃખને દૂર કરવા પ્રભુનું ઐશ્વર્ય પ્રગટ
થયું.
સર્વજ્ઞના આ વચનો સન્માર્ગ છે.
શોકગ્રસ્ત જીવોને શોકમુક્ત કરવા જાણે વિશાળ અશોકવૃક્ષની છાયા પ્રસરી ગઈ. તેની છાયાનું જેમણે સેવન કર્યું. તે શોકમુક્ત થયા.
પેલો શ્રીમંત પોતાની શ્રીમંતાઈમાં ખોવાઈ ગયો છે તેને તો ભાન પણ નથી કે અનાજ મોંઘું હોય તો ફળ પણ મોંઘા હોય! એવો દાંધ માનવ અન્યને છત્રી કે છત્ર શું આપવાનો છે? પરમાત્માના પુણ્યબળે ત્રણે લોકમાં દુઃખના તાપથી બચવા ત્રણ છત્ર ધરી દીધા. જેણે એ છત્રની છાયા સ્વીકારી તે સુખી થયા. સાચી દિશા - સન્માર્ગ પામ્યા.
હે ! સર્વજ્ઞ ! આપના જ્ઞાનપ્રકાશના સમગ્ર આભામંડલ પાસે સૂર્યનું તેજ જ પણ ઝાંખું લાગે. એવા પ્રખર પ્રકાશને આ પામર કેમ કરીને સહી શકે ? આપે નિષ્કામ કરુણાશીલ થઈને તે તેજ પુંજને સંહરીને વર્તુળાકારે ભામંડલમાં મંડિત કર્યું. જેથી ભવ્યાત્મા સમગ્ર રૂપને, નિહાળીને ધન્ય થઈ ગયા અને સ્વરૂપદર્શનના માર્ગે વળ્યા.
આપના નામ-રૂપનો આ મહિમા જાણી દેવેન્દ્ર-માનવો પણ નાચી ઊઠ્યા. તેમણે વાજિંત્રોના સૂર રેલાવ્યા. દેવદુંદુભિના નાદ છેડડ્યા. જગતના જીવોને સંદેશો મળ્યો. જાગો, નાચો, આ પ્રભુના સમવસરણમાં પધારો. જીવને
સામાયિકયોગ
* ૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org