________________
શિવમસ્તુ સર્વજગત
પૂ. ગુરુજનોની પ્રેરણા, અનેકવિધ શાસ્ત્રોનો સારો, પવિત્રાત્મા પૂર્વજોનો રહસ્યબોધ, સત્સંગીમિત્રોનો સાથ, આમ ઘણા સહયોગ દ્વારા સામાયિક યોગ’ ગ્રંથની રચના થઈ.
ખેતરમાં મબલક પાક ઊતર્યા પછી ખેડૂત તૃપ્ત નજરથી પાકનો ઢગલો જોતો હતો, ત્યાં તેને કંઈ અવાજ આવ્યો,
બળદ-હળ પૂછતા હતા આમાં અમારો ભાગ છે ? હા. ક્ષણવાર પછી બીજ બોલ્યું આમાં અમારો ભાગ છે ? હા. વળી પાણી-પ્રકાશે પૂછ્યું, આમાં અમારો ભાગ છે ? હા. અંતે ખાતર-ખેતરે પૂછ્યું આમાં અમારો ભાગ છે ? હા.
સર્વેને હા કહ્યા પછી ખેડૂતે વિચાર કર્યો કે મેં શું શું કર્યું ? માત્ર ખેતી કરવાનો વિકલ્પ અને શ્રદ્ધાપૂર્વક યત્કિંચિત પુરુષાર્થ. છતાં એમાં સફળતા પેલા સૌના સહયોગથી મળી.
આ લેખનમાં આવું જ કંઈ છે. પીસ્તાલીસ જેવા વિષયોમાં પૂર્વ ગ્રંથકારોએ, મહાત્માઓએ જેજે રહસ્યો બતાવ્યાં છે તેનો ક્યાં તો વિસ્તાર છે. ક્યાં તો સંક્ષેપ છે. તેમ કરવામાં પેલા ખેડૂતની જેમ ભાવના અને યત્કિંચિત પુરુષાર્થ છે. તેને શુભાશિષની મહોરથી સુશોભિત કરનાર છે; પૂ. આચાર્ય ગુરુદેવ શ્રી વિજ્યકલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબ
સામાયિક યોગ નામકરણ શા માટે ?
પ્રથમ તો વિષય સ્ફુર્યો મહિમાવંત સામાયિક, પરંતુ થોડા લેખ લખ્યા અને વિચારે આકાર લીધો કે સામાયિક એક અનુષ્ઠાન' વળી લેખન આગળ ચાલ્યું અને નામકરણ થયું સામાયિક એક અનુશીલન, સામાયિકધર્મ વગેરે, અને અંતે શુભ નામ તે ભવાંતનો ઉપાય સામાયિકયોગ.
જેમ જેમ સામાયિકના વિષયોનું ભાવનામાં આકલન થયું તેમ તેમ તેનાં વિશદ રહસ્યોથી ચિત્ત ગુંજી ઊઠ્યું કે આતો સામાયિકનો સાર કરે ભવપાર’ છે. સામાયિક શબ્દ જ ચિત્તની સમાધિનું અંગ છે. નવકાર જો ચૌદ પૂર્વનો સાર છે, તો સામાયિકયોગ પીસ્તાલીસ આગમોનો સાર છે. સાધનાનો પ્રારંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org