SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકથી અને અનંતકાળ સુધી સાથી પણ સામાયિક, શાશ્વત સામાયિક તે સાધનાની સિદ્ધ છે. સામાયિક વડે સધાયેલા સમ સામ અને સમ્મ પરિણામ એ મોક્ષમાર્ગને અનુસરતો યોગ છે. જે પરિણામ મોક્ષભાવને અનુસરે તે યોગ કહેવાય, તે યોગ ભવથી મુક્ત કરવા સમર્થ છે. આમ સામાયિકોગ' નામ સાર્થક છે. પૂ. મહા મહોપાધ્યાયજી ચિત જ્ઞાનસારનો શમાષ્ટક અને શામ્યસતકમાં જેમ કોઈ મહત્ત્વની વિગત કે શબ્દ ચમકી ઊઠે તેમ આ ગ્રંથ અવતરણ ચિહ્નમાં રચાયો છે, તેમ માનું છું. છતાં કોઈ ત્રુટિ લાગે તો સૌ ઉદાર ચિત્તે સુધારી લેશો અને ક્ષમા આપશો. આમાં આપણું શું? અરે દેવગુરુજનોનો અનુગ્રહ એ સબળ સંપત્તિ, વળી આપણું તો સદ્ભાગ્ય કે આવો ઉત્તમ સ્વાધ્યાયના તપનો અપૂર્વ અવસર મળ્યો. તમે સૌ પણ આ અવસરના ભાગી થશોને ? પ્રસ્તુત ગ્રંથ સાવૅત વાંચીને, સામાયિકની આરાધના કરીને, પરિવારમાં કચવીને, મિત્રોને ઉત્તેજન-સહકાર આપીને, ઊઠતાં, બેસતાં, જાગતાં, હરતાં, ફરતાં એક વર્ષ રઢ લગાવો, “સામાયિક સામાયિક સામાયિક અને તેના વિવિધ વિષયોમાંથી યથાશક્તિ કંઈક ગ્રહણ કરીને શુભારંભ કરો, આગળ સફળતા તમને શોધી લેશે. આવો આપણે સામાયિકની આરાધના કરીએ. જે સાધકોને સામાયિકનો અભ્યાસ છે તે સૌ વિશેષ આરાધના માટે વિષયને હૃદયપૂર્વક વાંચજો. જેમને શરૂઆત કરવી છે તેમને માટે પાછળ પરિશિષ્ટમાં વિધિ, સૂત્રો તથા સૂચનો આપ્યા છે તેથી સરળ રીતે આરાધના થઈ શકે. તાત્ત્વિક દૃષ્ટિ વડે આરાધના કરવાથી આધક ધ્યેયની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. છતાં તમારે કોઈ અનુભવની વાત મેળવવી હોય તો પરિશિષ્ટ ૫ માં સૌને ઉપયોગી થાય તેવી વાતો લખાઈ છે તે પણ વાંચી જજો. તો ભાવના દઢ થશે કે બીજમાંથી અંકુર, અંકુરમાંથી વટવૃક્ષ થવું સંભવ છે, તેમ જીવન વિકાસ આવા ધર્મબીજથી થવો સંભવ છે. ઇતિશિવમ્ સુનંદાબહેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy