________________
"સામાઈય-વયજુનો, જાવ મણે હોઈ નિયમસંજુરો | છિન્નઈ અસુહં કમૅ સામાઈઅ જત્તિઆ વારા |૧||
અર્થ – સામાયિક વ્રતથી યુક્ત, જ્યાં સુધી મન તે નિયમથી સંયુક્ત હોય ત્યાં સુધી, જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મનો નાશ કરે છે. સામાઇઅંમિ ઉ કએ, સમઓ ઇવ સાવઓ હવાઈ જહા |
એએણ કારણેણં બહુસો સામાઇઅં કુજ્જા રહા
અર્થ – જે માટે, સામાયિક કરતી વખતે શ્રાવક, સાધુસમાન હોય. તે કારણથી (તત્ત્વના જાણનાર) બહુવાર સામાયિક કરે. ૨. - સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું,
વિધિ કરતાં જે કોઈ અવિધિ દુઓ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
અર્થ – દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીશ દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
ગાથા (૨) ગુરુ (૭) લઘુ ૬ ૭) સર્વ વર્ણ (૭૪)
>>
૧ સામાયિક બત્રીશ દોષ વજીને કરવાનું છે. તે દોષ આ પ્રમાણે – મનના દશ – ૧. વૈરી દેખી દ્વેષ કરે ૨. અવિવેક ચિંતવે. ૩. અર્થને ન ચિંતવે. ૪. મનમાં ઉગ કરે. ૫. યશની વાંછા કરે. ૬. વિનય ન કરે. ૭. ભય ચિંતવે. ૮. વ્યાપાર ચિંતવે. ૯. ફળનો સંદેહ રાખે. ૧૦. નિયાણું કરે. વચનના દશ – ૧. કુવચન બોલે. ૨. હુંકારા કરે. ૩. પાપ આદેશ આપે. ૪. લવારો કરે. ૫. કલહ કરે. ૬. આવો જાવ કહે. ૭. ગાળ બોલે. ૮. બાળક રમાડે. ૯, વિકથા કરે. ૧૦. હાંસી કરે. કાયાના બાર – ૧. આસન ચપળ. ૨. ચારે દિશાએ જુએ. ૩. સાવધ કામ કરે. ૪. આળસ મરડે. ૫. અવિનયે બોલે (વર્તે) ૬. ઓઠું લઈ બેસે. ૭. મેલ ઉતારે. ૮, ખરજ ખણે. ૯, પગ ઉપર પગ ચઢાવે. ૧૦. અંગ ઉઘાડું મૂકે. ૧૧. અંગ ઢાંકે. ૧૨. ઊઘે.
એ સર્વ મળી બત્રીશ દોષ સામાયિકમાં અયતનાથી લાગે છે, તે ત્યજવા.
સામાયિક્યોગ
* ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org