________________
૩૬ - સામાયિક તથા સર્વ અનુષ્ઠાન કે ક્રિયાનું માંગલિક સૂત્ર નવકાર મંત્ર
છ આવશ્યકમાં પ્રથમ આવશ્યક સામાયિક છે. કારણ કે તે આત્મપરિણતિનું દ્યોતક છે. દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનું સાધન છે. તેની વિધિનો પ્રારંભ નમોથી - નવકારમંત્રથી થાય છે, તેની પૂર્ણતા ખમોથી સર્વ જીવો પ્રત્યે પૂર્ણ સમભાવથી થાય છે.
સામાયિકની ભેટ - શીખ - પ્રદાન છે;
નમો જીણાણું. ખમોજીવાણું
નમો જીણાણું, ખમો જીવાણું.
સામાયિક ધર્મમાં પ્રવેશ કરવાની વિધિ સૂત્રાત્મક છે. સૌ પ્રથમ ગુરુની આજ્ઞા વડે આ ધર્મમાં પ્રવેશ થાય છે. અથવા ગુરુ ભગવંતની સ્થાપના કરવી અત્યંતાવશ્યક છે. સ્થાપના વડે મન, વચન અને કાયા તેમને સમર્પિત કરાય છે. તેમની આજ્ઞા વડે સાવધ પાપવ્યાપારનો ત્યાગ અને નિવદ્ય યોગોનું સેવન શક્ય બને છે.
નવકારમંત્રથી પ્રારંભ થતાં સામાયિકનું હાર્દ સ્વરૂપ પ્રત્યે વળવાનું છે. નવકારમંત્રમાં પાપના મૂળને છેદના૨ પંચપરમેષ્ઠિનું ધ્યાન છે. ચૌદપૂર્વીને પૂર્વના જ્ઞાનની જે શુદ્ધિ છે તે નવકારમંત્રના સ્મરણથી કે યથાવિધિ આરાધનાથી થાય છે. માટે ચૌદપૂર્વનો સાર કહ્યો છે. સત્શાસ્ત્રના રહસ્ય બોધથી જે આત્મશક્તિ જાગૃત થાય છે, તે નવકારમંત્રના યથાર્થ આરાધનથી થાય છે. અર્થાત્ આત્મા જ્ઞાન સ્વરૂપે પ્રકાશિત થાય છે. પંચપરમેષ્ઠિના ધ્યાનથી જીવ તે તે પદની પ્રાપ્તિ કરી સિદ્ધિ પદ ને પામે છે.
નવકા૨ નિશ્ચયદૃષ્ટિએ સ્વરૂપમંત્ર છે. વ્યવહા૨દૃષ્ટિએ પંચપરમેષ્ઠિની આરાધના, સ્મરણ-જાપ છે. એથી નવકારનું ધ્યાન વ્યવહારમાર્ગની પણ શુદ્ધિ કરનારું છે.
નવકારમંત્ર દ્વારા જેને નમવામાં આવે છે તે તે પદ પ્રત્યે બહુમાન થાય છે. તેને જે નમે છે તેને સન્માર્ગે જવાની ભાવના થાય છે. ગુણ અનુમોદન, કે ગુણનો પક્ષપાત, ગુણો પ્રત્યે શ્રદ્ધા હોય ત્યારે થાય છે. તે ગુણો પ્રત્યે ઉપાદેય
સામાયિકયોગ
* ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org