________________
મુક્ત છે. સત્નો આરાધક છે.
વ્રત પંચમગુણસ્થાનકનું અધિષ્ઠાન છે. બારવ્રત પૈકી સામાયિક એક વ્રત છે. વ્રતીનું જીવન આરંભ, સમારંભ કે પરિગ્રહથી સંક્ષિપ્ત બને છે. સંસારના પ્રકારો, પ્રસંગો, વ્યવહાર, વ્યાપાર ગૌણ બને છે, અલ્પ બને છે. ન છૂટકે તેવા પ્રકારોમાં પ્રવર્તે છે. અવ્રતની હાનિ તે જાણે છે. સર્વવિરતિનું માહાસ્ય સ્વીકારે છે. બંનેની મધ્યમાં છતાં, અહિત ત્યાજ્ય બને છે. હિત તરફનું પ્રયાણ દઢ બને છે. વ્રતનો મર્મ અહીં ચરિતાર્થ થાય છે. ચારિત્ર મુક્તિસુખનાં પાદ ચિહ્નથી તેનો ઉપયોગ નજરાય છે. પરિભ્રમણની નિવૃત્ત કેમ થાય તેને માટે એ ઝૂરે છે. માટે વ્રત એ જીવનું એક મહાન પરિબળ છે. કોઈ પણ જાતની અપેક્ષા આકાંક્ષા રહિત છે. તે શલ્ય-દોષરહિત નિર્મળ ચારિત્રનું નિર્માણ કરે છે.
હે ચેતન ! તારે આ જન્મમાં કેવું ભગીરથ કાર્ય કરવાનું છે? અનાદિનો વિપર્યય ત્યજી સન્માર્ગે ચઢવાનું છે. જેની પાસે સન્માર્ગ છે ત્યાં અર્પણ થવું પડશે. તારી પાસે આપવા જેવું શું છે ? કૂડો- | કચરો છે. તારે સાધના માર્ગમાં આગળ વધવું છે. ભલે કૂડો-કચરો છે. પણ દિલ સાફ છે. સમર્પિત છે. તો તારો કૂડો-કચરો પણ સત્પુરુષના સંપર્કથી સફાઈ પામશે.
આશ્ચર્ય છે કે કૂડો-કચરો આપતાં પણ તારે કેટલું શોષવું પડે છે ? અરે તારા વ્યવહારમાં તને કોઈ લોઢાને બદલે સોનું આપે તો ! દેવામાં કુપણ પણ લેવામાં હાથ લાંબો કરેને ? તું વિચાર તારું અહંથી ભરેલું, વિષાદયુક્ત વિષમતાથી ખદબદતું મને તારા સ્વજનો પણ લેવા તૈયાર નહિ થાય. મહાત્માઓની કરુણા છે કે તારા કથીર જેવા મનને કુંદન કરી તને સન્માર્ગે મૂકી દે છે. છતાં કેમ અચકાય છે ? હજી સત્સંગ, સદ્દગુરુનું મૂલ્ય સમજાયું નથી ? સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના જાગી નથી ? તો પણ તું સદ્દગુરુનો સાથ ન છોડતો. જાગ્યો છું. તો મોડો નથી. ઝૂકી જા, ખોવાઈ જા સંતવાણીમાં.
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org