________________
૩. વિબજય : સામાયિક ગ્રહણ કર્યા પછી સામાયિકવંતનું ઉત્તરદાયિત્વ ઘણું મોટું છે, તે શું છે ? પાપ વ્યાપરનો ત્યાગ કરવાનો નિયમ કેવળ આસન પર બેસી જેવું એટલો નથી, પણ દસ મનના, દસ વચનના, બાર કાયાના, આવા બત્રીસ દોષો અર્થાત સર્વ પ્રકારના દોષોનો ત્યાગ કરવાનો છે. સંસ્કાર અને કર્મના ઉદયથી દોષો થાય ત્યારે પરાક્રમ વડે તેનો પરિહાર કરવાનો છે. જેમ જેમ દોષોનો જય થાય છે તેમ તેમ આત્મવિકાસ ઝડપી થાય છે. શ્રાવકશ્રાવિકાને સામાયિકનો સમય મર્યાદિત છે, સાધુ-સાધ્વીને આ જીવન સામાયિક ચારિત્ર છે.
૪. સિદ્ધિ : બે ઘડીના શુદ્ધ સામાયિકથી સાધક અનુક્રમે શુદ્ધિના શિખરે પહોંચી શાશ્વત સામાયિકની પ્રાપ્તિ કરે છે. અર્થાત સંસારથી મુક્ત થાય છે.
૫. વિનિમય : જ્ઞાનીજનોની કરુણા - ઉદારતા એ છે કે તેઓ જેવું સુખ પામ્યા તેવું જગતના સર્વ જીવો પામો. ધનીમાં અને જ્ઞાનીમાં આવું આસમાનજમીન જેવું અંતર છે. ધની ધનપ્રાપ્ત, પછી પણ સાંકડો થતો જાય છે. જ્ઞાની પૂર્ણતાની પ્રાપ્તિ પછી ઉદાર થઈ જાય છે કે
સવી જીવ કરું શાસન રસી’ ‘આત્મ સમ કરોમિ.
મન, વચન, કાયાના યોગની શુભ પ્રવૃત્તિ: જેના સંસારનો અંત નજીક | તું છે તેવો હળ કર્મી ભવ્યાત્મા મન વચન તથા કાયાના યોગની અશુભ પ્રવૃત્તિથી | T નિવૃત્ત થઈ અને શુભ પ્રવૃત્તિ કરે છે ત્યારે અશુભ કર્મોનો અનુબંધ શિથિલ
થઈ જાય છે. વળી પુનઃ પુનઃ ધર્મ અનુષ્ઠાનના બળ વડે કર્મોનો પણ યોપશમ ! ' થાય છે, ત્યારે આત્મશક્તિના બળ વડે તે સમ્યકત્વ - સામાયિક ધની પ્રાપ્તિ કરે છે.
આ પ્રમાણે દાનાદિ ક્રિયાઓ, તપશ્ચચરણ, દુઃખના સમયે વૈરાગ્ય જેવા | ભાવથી, અન્યના ગુણાદિની અનુમોદનાથી, અનેક પ્રકારના ધર્મ અનુષ્ઠાન વડે! સાધક તત્ત્વદષ્ટિને પ્રાપ્ત કરીને સામાયિક ધર્મ પ્રાપ્ત કરે છે.
સામાઈય સામગિ, દેવા વિચિતતિ હિય ય મજ્જામિ,
જઈ હોઈ મુહમ્પંગ, તા અહ દેવરણ સુલતું.
દેવતાઓ ચાહના કરે છે કે અમને સામાયિકની સામગ્રી એક મુહૂર્ત ! માત્ર જો મળે તો અમારું દેવપણું સુલભ – સાર્થક થાય.
સામાયિક્યોગ
ત્ર ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org