________________
૨૭, સામાયિકના અભ્યાસ દ્વારા
શુક્લ પાક્ષિક જીવન જ્ઞાનસારમાં ગ્રંથકાર કહે છે કે જગતમાં સુખી જીવ સૌને જાણે છે, તેમ સચિત્ત - આનંદ સ્વરૂપ આત્મા વિશ્વના તમામ જીવોને સત્-ચિત્ આનંદ સ્વરૂપ માને છે. તેથી તેઓ કોઈ જીવને ઊંચ કે નીચ, શત્રુ કે મિત્ર માની રાગાદિભાવ કરતા નથી. તેમને તેવા ભાવ થતાં નથી તે જ તેમના આત્મિક સુખનો આવિર્ભાવ છે.
સ્વની ચેતનસૃષ્ટિમાં ચગાદિનો વિલય થતાં દષ્યને સૃષ્ટિના ચૈતન્યમાં પૂર્ણતાનાં દર્શન થાય છે તે આખરે સ્વયં સમદર્શિત્વને પામે છે.
આ પૂર્ણતાના દર્શન કરવાનો શુભારંભ ગુણદર્શનથી થાય છે. જીવમાત્રના આત્મપ્રદેશે અનંત ગુણરાશિનું દર્શન સર્વજ્ઞ પરમાત્માએ કર્યું, ભવ્યાત્માઓને તે પ્રત્યે નિર્દેશ આપ્યો, તો શું આપણે તે અનંતગુણ પૈકી એક ગુણનું દર્શન ન કરી શકીએ ? હા, તે માટે જીવે સ્વયં ગુણદષ્ટિને કેળવવી જોઈએ. આ ગુણદૃષ્ટિ જ તારા રાગાદિભાવને નષ્ટ કરવા સમર્થ બનશે. પછી તારા ક્લેશ, સંતાપ પણ દૂર થશે. તે સાધક સમત્વ પામીને સ્વરૂપમાં સમાઈ જાય છે.
આત્માના ગુણરૂપી સમૃદ્ધિમાં નિજનું સ્વામિત્વ છે. અને પુણ્યથી મળેલી બાહ્ય સામગ્રી-સમૃદ્ધિ તે ઉધાર નાણાં જેવી છે. સમ્યગુજ્ઞાન - દર્શન - ચારિત્ર શીલ, ક્ષમાદિ, ભક્તિ જેવા ગુણો તારા પોતાની સ્વાભાવિક સમૃદ્ધિ છે. જો તે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ન થયો તો પતન છે. પ્રાપ્તિ કરીને જતન ન કર્યું તો ગુણોનું વમન છે. આખરે તારે રડવું પડશે કે –
“ભમતાં મહાભવસાગરે પામ્યો પસાથે આપના, દર્શન શાન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં,
તે પણ ગયા પ્રમાદના વશથી કહું છું ખરું.
કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરું ?” આવો રડવાનો વારો આવે તે પહેલા જ ચેતી જા કે હું સ્વયં ગુણનો સાગર, ગુણોના ઐશ્વર્યનો સ્વામી, સ્વાભાવિક સુખનો સ્વામી, મારે બાહ્ય પદાર્થોની ભીખ કેવી! આવા દૃઢ વિશ્વાસથી સાધક સોપાન માંડે છે ત્યારે
ભવાંતનો ઉપાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org