________________
જ્ઞાની જીવ માત્ર પ્રત્યે સમતાયુક્ત હોય છે, તેવું સમભાવનું સામાયિક છે.
* અહિંસા આદિમાં સામાયિક.
દ્રવ્ય અને ભાવથી અહિંસાનું પૂર્ણતયા પાલન કરનારનું ચિત્ત નિર્મળ હોય છે. નિર્મળતા આત્મજ્ઞાનને પ્રગટ કરે છે. આત્મજ્ઞાન સમભાવરૂપ હોવાથી તે સામાયિકરૂપ છે.
અનિત્યાદિ ભાવનામાં સામાયિક
અનિત્યાદિ ભાવનાના સેવનથી આત્મામાં વૈરાગ્ય ભાવના દૃઢ થાય છે. વૈરાગ્યવાન જીવમાત્ર માટે અભયદાતા છે. સર્વ જીવો પ્રત્યે સામ્યભાવયુક્ત છે, તેથી તે ભાવના સામાયિકના પરિણામને સહાયક છે.
- ક્ષમાદિ દસ ધર્મમાં સામાયિક
ક્ષમાદિ દસ ધમાં યતિધર્મો છે. મુનિના પ્રાણ છે. મુનિ દેહ જતો કરે પણ અન્ય જીવને હાનિ ન કરે, એવો સમભાવ તે સામાયિક છે.
| મુનિઓના બાવીસ પરિષહજય સ્વયં સમતાભાવનું જ લક્ષ્યાંક છે. જે સમતાભાવને સ્વાભાવિક બનાવે છે તેથી તે સામાયિક છે.
માનવ બુદ્ધિમાન છતાં સંઘર્ષ કેમ ટાળી શકતો નથી ! માનવ જડ વસ્તુની સાથે અનુકૂળ થઈને વ્યવહાર કરે છે. ગરમ વસ્તુ સાધનથી ઉપાડે છે. ગરમ ધરતી પર જૂતા પહેરીને ચાલે છે. પરંતુ વ્યક્તિ સાથેના વ્યવહારમાં તે એમ કહે છે કે પુત્ર, મિત્ર, બંધુ સર્વે મને અનુકૂળ થઈને રહે. અરે ભાઈ ! વસ્તુના વ્યવહારમાં આવો કુશળ તું, વ્યક્તિના વ્યવહારમાં ભૂલ ખાઈ જાય છે. અનુકૂળ થતો નથી તેથી સંઘર્ષ થાય છે. અને આવી અનુકૂળતા કે પ્રતિકૂળતા દરેકની મનઃ સ્થિતિ ઉપર આધારિત છે.
મિત્ર વગેરેએ આપણી વાતનો સ્વીકાર કર્યો તો તેઓ અનુકૂળ અને ન કર્યો તો પ્રતિકૂળ. જેમ વસ્તુઓના ઉપયોગમાં વસ્તુને અનુકૂળ વ્યવહાર કરે છે, તેમ વ્યક્તિ સાથે વ્યક્તિને અનુકૂળ વ્યવહાર થાય તો સંઘર્ષ ન રહે.
કારેલાનું શાક ખાતાં કડવાશનો સ્વીકાર કરીએ છીએ એટલે ત્યારે | આપણે અકળાતા નથી. કે ગળપણની અપેક્ષા રાખતા નથી. તો પછી ક્રોધી, માની માયાવી કે લોભીને બદલી નાંખવાનો ક્રમ શા માટે ઇચ્છીએ છીએ ?
૨૨
:
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org