________________
ધર્મસત્તાની છે. તે દયા, શાંતિ, ક્ષમા અને સમતામાં રહેલી છે. ધર્મસત્તાની મહત્તાના મૂળમાં આત્મપરિણામની શુદ્ધતા છે. સહજ સ્વરૂપનું ભાન થવું તે ધર્મ છે. સંસારના અનેક પ્રકારના સંગ પ્રસંગથી જીવને પોતાના સહજ શુદ્ધ સ્વરૂપનું વિસ્મરણ થયું છે. જેમ જેમ સંગ પ્રસંગનો ત્યાગ કરશે તેમ તેમ કર્મસત્તા શિથિલ થશે.
કર્મવશ પ્રવર્તતી વિચિત્રતા જાણીને જીવે પ્રથમ અને મુખ્ય નિર્ણય આત્મહિત અને કલ્યાણનો કરવો. અને ત્રણેયોગનું પ્રવર્તન ઉદયાધીન થતું હોય તો પણ તે યોગોને નિવદ્ય પ્રત્યે દોરવા. અસપણે થતી યોગોની પ્રવૃત્તિને પ્રથમ સંકેલવી. તે માટે પ્રમાદ અને ઇન્દ્રિયવશતા ત્યજવી. સ્વચ્છંદાદિનો ત્યાગ કરવો. આમ કરવામાં જીવની નબળાઈ હોય તો સદ્ગુરુ આજ્ઞાએ કે સત્સંગમાં પ્રવર્તવું.
સત્સંગમાં બાધક થતા પ૨પદાર્થના પરિચયનો સંક્ષેપ કરવો. કોઈ મહાપુણ્યે સત્સમાગમ મળી જાય તો બધા જ વિકલ્પો ત્યજી, દૈહિક બુદ્ધિ ત્યજી એ યોગને આરાધી લેવો. એ સત્સમાગમથી જે બોધ પ્રાપ્ત થયો હોય તેને બહુ મૂલ્યવાન જાણી અંત૨માં તેનો વાસ કરવો. આમ ધર્મારાધના વડે સમિકત પ્રાપ્ત થાય છે. જો બોધવચનને આદરપૂર્વક આચરે નહિ તો કર્મજન્ય પરાધીન દશાનો યોગ થાય. તેમાં જીવનું કલ્યાણ ન થાય.
કર્માધીન જીવ ઉદયમાં આવતા સંસ્કારને વશ થાય છે. તેથી નિમિત્તે કરી હર્ષ કે શોક કરે છે. નિમિત્ત કરી રાગદ્વેષ કરે છે. નિમિત્તે કરી કષાયને આધીન થાય છે. તે માટે તે જીવે તે પ્રકારના સંગનો ત્યાગ કરવો. સત્સંગ જેવા નિમિત્તોમાં રહી ક્ષણે ક્ષણે કે પ્રસંગે સ્વાત્મા પ્રત્યે ઉપયોગને વાળી લેવો.
જોકે અનાદિથી જીવને વિપર્યાસ બુદ્ધિ હોવાથી શીઘ્રતાએ ધર્મભાવરૂપ વૈરાગ્ય કે ઉપશમાદિ ભાવો થવા કઠિન છે. છતાં પણ સત્સંગના યોગે તે ભાવોની વૃદ્ધિ ક૨વી. સત્સમાગમ ન હોય ત્યારે સત્શાસ્ત્રનો આધાર લેવો પવિત્ર ક્ષેત્રમાં ઉપાસના કરવી. તે સિવાય આ દુસ્તર સંસારમાં ધર્મપ્રાપ્તિની પ્રથમ ભૂમિકામાં કઠિનતા લાગવાની. છતાં સમજણ પછી સરળતા સંભવ છે.
પૂર્વના આરાધક જીવોને કે જેમની અંતર્મુખ સૃષ્ટિ છે તેઓને પણ પૂર્ણતા પામતા સુધી સતત સાવધાન રહેવાનો વીતરાગનો બોધ છે. કારણ કે અનાદિનો
સામાયિયોગ
* ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org