________________
પરપરિચયી આત્મા નિમિત્ત મળતા ચૂકી જાય છે, અને સેવેલો દીર્ઘકાળનો વૈરાગ્ય પણ વ્યર્થ જાય છે તેવાં દૃષ્ટાંતો છે. માટે ધર્મની આ ભૂમિકાએ કે
જ્યાં હજી કેવળ ભાવના-રુચિનું જ બળ છે, આત્મ શક્તિએ હજી બળ નથી ત્યાં સુધી આરંભપરિગ્રહનો અભ્યાધિક ત્યાગ કરી ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્રનો પરિચય રાખવો.
તું ગમે તે ભૂમિકામાં હોય તો પણ કર્મના પ્રતિબંધ માટે અને ધર્મની વૃદ્ધિ માટે આત્મ હેતુભૂત સંગ વિના અન્ય સંગનો તું સંક્ષેપ કરજે. અને ક્રમે કરી સર્વસંગ પરિત્યાગની ભાવના કેળવજે. તે સિવાય આ પરમાર્થ માર્ગને પામવો કઠિન છે, સ્વભાવધર્મ પામવો દુર્લભ છે.
મનને અશુભ કે સાવધ પાપ વ્યાપારમાં જતાં અવશ્ય રોકવું જોઈએ. તે માટે શ્રુતજ્ઞાનની આરાધના ચાલુ રહેવી જોઈએ. બે કલાકથી માંડીને જેટલો સમય વધે તેટલો વધારવો. ગાથા, સૂત્રો, વાંચન વિગેરે શ્રુતજ્ઞાનની આરાધના છે. અભ્યાસ વડે જ્ઞાનને સૂક્ષ્મતરે લઈ જવાનું છે. પછી દ્રવ્ય. ગુણ, પર્યાય, તેના ઉત્પાદ વ્યવ્ય અને ધ્રૌવતાનો અભ્યાસ કરવો. જ્ઞાન વડે ઉંડાણમાં જાવ અને ત્યાં જે તત્ત્વ છે તેના દર્શન કરો. તે ધર્મનું લક્ષણ છે.
પર્યાયના પરિવર્તનથી બોધ પામો પરમાણુના પુંજ એવા આ દેહમાં અનેક પરમાણુંઓનો ભેદ સંધાત વિખરાવું – મળવું થાય છે.
* યુવાનીની પર્યાય બદલાઈ વૃદ્ધાવસ્થા આવે છે. * તાજા ફૂલની ફૂલદાની બીજે દિવસે કરમાય છે. * ઘડો લાવ્યા ફૂટી ગયો ઠીકરા થયા. ઘડાની અવસ્થા બદલાઈ.
આમ જગતમાં પરિવર્તનની પરંપરા ચાલે છે. તમારા વશમાં નથી તમે જ્ઞાન વડે જ્ઞાતા રહો.
પર્યાય પણ ઉપકારી છે, અજ્ઞાની મટી જ્ઞાનીપણે અવસ્થા બદલાય છે. મિથ્યાત્વ મટી સમ્યક્ત પ્રાપ્ત થાય છે. તમે પર્યાયને પરવશ છો તે કર્મના ધક્કાથી તમને બદલશે તમે પર્યાયને જાણો છો તેને આત્મા પ્રત્યે લાવો. તેમાં જ્ઞાનનો મહિમા છે.
૬૬ *
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org