________________
જાય છે ત્યારે અહો તેનું સામર્થ્ય જુઓ.
આવશ્યકસૂત્રમાં તેનું માહભ્ય બતાવ્યું છે. “જગત્ સ્વભાવ જેને સુપરિચિત છે, જે નિઃસંગ છે. નિર્ભય છે, ઍહારહિત છે, અને વૈરાગ્ય ભાવનાથી ભૂષિત છે, આવો આત્મા ધર્મધ્યાનના અભ્યાસ વડે કરુણારસ કે પ્રશમરસથી ભરપૂર હોય છે.” જ્ઞાનસારમાં કહ્યું છે કે
સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિ પામતો સમતારસ જે મુનિને સાધ્ય થયો છે તેની તુલના કરવા માટે આ જગતમાં કોઈ પદાર્થ નથી. જેઓનું ચિત્ત રાતદિવસ શમના સુભાષિત વડે સિંચાયેલું છે તેને રાગાદિ વિષનું ઝેર સ્પર્શતું નથી.”
“ઉપશમ આણો ઉપશમ આણો, ઉપશમ તપમાંહી રાણો રે. વિણ ઉપશમ જિનધર્મ ન સોહે, જિમ જગ નરવર કાણો રે.”
આવા ઉપશાંત રસ વડે આત્માનુભવની પરમ તૃપ્તિ પ્રાપ્ત થાય છે. આની પાત્રતા માટે ત્રણ ઉપાયો છે.
૧. ગુરુ ચરણનું શરણ, સેવન. ૨. જિનવચનનું શ્રવણ, શ્રધ્ધાન. ૩. સમ્યકત્વનું ગ્રહણ, આચરણ.
સામાયિકમાં ભગવંતોએ આત્મા જોયો, જાણ્યો અને અનુભવીને, ગ્રહીને પ્રગટ કર્યો, ભવ્યાત્માઓને એ જ પ્રણાલિ આપી. હે જીવો ! તમે રાગાદિભાવ રહિત, પાપાચાર રહિત, નિર્દોષ એવા સામાયિક ધર્મને ગ્રહણ કરો તમારો આત્મા સમભાવરૂપે પ્રગટ થશે. તે સમભાવ જીવને શિવરૂપે પ્રગટ કરશે.
જીવ શિવ થાય એટલે દેહાતીતદશાને પ્રાપ્ત કરે. અને સંપૂર્ણ રીતે દેહત્યાગ કરીને શાશ્વત સુખને પામે છે. તને તેમાં આશ્ચર્ય લાગે છે તો સાંભળ.
જીવ બંગલા વગર જીવી શકે છે ? “હા”.
જીવ ગાડી, વાડી કે લાડી વગર જીવી શકે છે. હા, તો પછી વિશ્વાસ રાખ અથવા તેનો અર્થ જ એ કે જીવ દેહ વગર જીવી શકે છે. દેહનો નેહ તને ભ્રાંતિ ઊભી કરે છે. તેથી તારે પ્રથમ તો સર્વશના વચન પર વિશ્વાસ રાખવો જોઈએ.
૮
જ
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org