________________
ચુકાદો કરવાની ભલી બુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી એ બંનેને રાણીએ કહ્યું કે બન્ને મળીને ધન અર્ધા અર્ધ વહેંચી લો અને છોકરાના પણ બે ભાગ કરી અર્ધા અર્ધી વહેંચી લો !” તે સાંભળી નાની સ્ત્રી બોલી કે “મારે દ્રવ્ય જોઈતું નથી, છોકરાના કાંઈ બે વિભાગ થાય નહિ. એ છોકરો એનો છે તે મારો જ છે.” તે સાંભળી રાણી બોલી કે “પુત્ર નાની સ્ત્રીનો છે. કેમકે પુત્રનું મૃત્યુ થાય ત્યાં સુધી મોટી સ્ત્રીથી ના કહેવાણી નહિ અને નાની સ્ત્રીએ મારવાની મનાઈ કરી, માટે પુત્ર અને ધન અને હવાલે કરો અને મોટી સ્ત્રીને ઘરથી બહાર કાઢો.” ગર્ભના મહિમાથી ભગવંતની માતાને એવી બુદ્ધિ ઉપજી તે માટે “સુમતિ” નામ દીધું. તેમનું ત્રણસેં ધનુષ્ય પ્રમાણ શરીર, ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણવર્ણ તથા લાંછન ક્રૌંચપક્ષીનું હતું.
૬. શ્રી પદ્મપ્રભુ સ્વામી : કૌશાંબીનગરીમાં જન્મ હતો. તેમના પિતા શ્રીધરરાજા અને સુસી મારાણી માતા હતાં. ગર્ભે આવ્યા પછી માતાને કમળની શધ્યામાં સૂવાનો દોહલો ઉપજ્યો. (જે દેવતાએ પૂર્ણ કર્યો, તેથી અને ભગવંતનું શરીર પદ્મ (કમલ) સરખું રક્તવર્ષે હતું તેથી પદ્મપ્રભુ દીધું. તેમનું અઢીશું ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન પાનું હતું તથા વર્ષે રક્ત હતા.
૭. શ્રી સુપાર્શ્વનાથ : વારાણસી નગરીમાં જન્મ હતો. તેમના પિતા સુપ્રતિષ્ઠ રાજા અને પૃથ્વીરાણી માતા હતાં. માતાનાં બંને પાસાં રોગે કરી વ્યાપ્ત હતાં, ભગવંત ગર્ભે આવ્યા પછી બંને પાસાં સુવર્ણવર્મી અને ઘણાં સુકોમળ થયાં માટે સુપાર્શ્વ નામ દીધું. (એક પ્રતમાં ભગવંતના પિતાનાં બે પાસાં કોઢ રોગવાળાં હતાં તેને ભગવંતની માતાએ હાથ ફેરવ્યાથી સુકુમાળ નિરોગી થયાં એવો પાઠ લખ્યો છે.) તેમનું બસો ધનુષ્ય પ્રમાણ શરીર, વીશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણવર્ણ અને લાંછન સાથિયાનું હતું.
૮. શ્રી ચંદ્રપ્રભસ્વામી : ચંદ્રપુરી નગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા મહસેન રાજા અને લક્ષ્મણા રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાને ચંદ્રમાનું પાન કરવાનો દોહલો ઉપચો ( જે પ્રધાને બુદ્ધિએ કરી પૂર્ણ કરાવ્યો) એ ગર્ભનો પ્રભાવ જાણી ચંદ્રપ્રભુ નામ દીધું. તેમનું એકસો પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર અને દશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. વર્ણ શ્વેત અને લાંછન
૧૮૨
*
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org