________________
2. સામાયિક ક્યારે કરવું ? ભાઈ ! તું સામાયિક કરવાનો કયો સમય પૂછે છે? સામાયિક એ તો તારો આત્મા છે. સુખ માટે કયો સમય નક્કી કરવાનો હોય?
આપણું મન શરીર સુખમાં સહજ પ્રવૃત્ત થાય છે. આગ જુએ અને પગ ઊપડે, દોડે, મુખ પર માંખ બેસે હાથ ઊચકાઈ જાય. નાની પણ રજકણ આંખમાં પ્રવેશ કરવા જાય આંખ બંધ થાય. અને એ મન આ કષાય, વિષય, દોષો અને આત્મ અહિત સામે હાથ પગ કે આંખ કશાનો ઉપયોગ કરતું નથી? હા, કષાયાદિની ક્ષીણતા માટે હાથ પગની જરૂર નથી; કેવળ સમજની, બોધની, સમ્યબુદ્ધિની જરૂર છે. જે સામાયિક દ્વારા સરળતાથી સાધ્ય છે. માટે સામાયિક અવશય કરવું.
તું કહેશે વખત આવે બધું થશે. પણ ભાઈ તારી સિલકમાં શ્વાસ આયુ કેટલો છે કે તું આવો વિશ્વાસ કરીને બેઠો છું તે શું યુવાનોને કાળને ઝપાટે ઝડપાયેલા જોયા નથી?
હજી થાય છે, યુવાન છું, પણ ભાઈ તને ખબર છે ને કે શેરડી બેત્રણ વાર પીલાય પછી રસકસ રહે ખરો? તું બાળપણમાં રમકડાં રમ્યો, યુવાનીમાં
સ્ત્રી આદિમાં ભમ્યો. પ્રૌઢતામાં ધનાદિમાં જામ્યો, આમ બેત્રણ વાર પીલાયા પછી સાંઠ પછી તારામાં ધર્મ કરવાનો રસ કસ કેટલો રહેશે ? વળી આ દેહ (આયુ) તને સિત્તેર એંસી સુધી પહોંચાડતા તારા કેટલાય ગાભા કાઢી નાંખશે?
સર્પને દૂધ પાવ તોયે તેના મુખમાંથી ઝેર જ નીકળે, અમૃત ના જ નીકળે; કારણ કે ત્યાં અમૃતની સરવાણી નથી. તેમ ભાઈ સંસારના કષાયાદિમાંથી તને ધર્મ કે ધર્મનું સુખ ક્યાંથી સાંપડશે?
કષાયાદિના પહાડ અને વિષયોના વિષમય ઝાડ તારા અમૃત સમા આત્માને કઈ દશાએ લઈ જશે ? ચેતી જા. અને વિચાર કે તેં શું મેળવ્યું ?
યમરાજ બાળ નચિકેતાની મૃત્યુજીતની આત્મજ્ઞાનની દઢ જિજ્ઞાસાથી પ્રસન્ન થયા અને બાળકને કહ્યું કે તું ધરતી પર જા તને ચક્રવર્તીપદ, પુત્ર, પરિવાર, ઐશ્ચર્યનું વરદાન આપું. '
બાળ નચિકેતા પૂછે છે તે સર્વે અંતવાળા છે? અંતવાળા પદ પદાર્થો લઈને હું શું કરું ? મારે અનંતની અખિલાઈને આંબવી છે, જે આત્મજ્ઞાનથી
સામાયિક યોગ
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org