________________
પ્રવાસે જવા ઘરની બહાર નીકળવું પડે છે. પ્રેમ-મૈત્રીની યાત્રામાં પરમાંથી અંદરમાં જવાનું છે. આત્મા વગરનું શરીર શબ કહેવાય ગંધાવા માંડે, એ જ પ્રમાણે ગુણ વગરનું જીવન પણ શબવ-પશુવત્ કહેવાય, વાસનાઓથી ગંધાય. પરંતુ સંસારીપણામાં દેહનો અધ્યાસ જીવને શરીરના ધર્મથી સભાન રાખે છે, જો જીવન આત્માને આધારે હોય તો આત્માનું અહિત થાય ત્યાં જીવ તરત જ સાવધાન થાય. જો જીવનમાં ગુણની કિમત નથી તો તને ગુણવાનોની કિંમત ક્યાંથી થશે? પછી તું અરિહંત અને સિદ્ધના ગુણ સુધી ક્યાંથી પહોંચશે? કાંટાળો માર્ગ છોડીને ભાઈ સરળ માર્ગ ગ્રહણ કર, તે ગુણગ્રાહકતાથી સંભવ છે. રાગી પર રાગ કેટલો જલદી થાય છે. કોઈને સૂચવવું પડતું નથી. વીતરાગી પર રાગ કરવાનું કેમ વિચારવું પડે છે?
ઉત્તમ મનુષ્ય દેહ, સુખેથી ખાવા-પીવાનું પુણ્ય, પુણ્યયોગે ધર્મનો યોગ, આવું સુખ મળવા પાછળ અન્યનું લેણું આપણે માથે પડ્યું છે. બીજાનું આપણી પાસે જમા પડ્યું છે. આ જનમના આવા શુભયોગમાં નહિ ચૂકવીએ તો ક્યારે ચૂકવીશું ? દેવાદાર થઈને જવું તે સજ્જનતા છે શું ? વળી જતાં શું લઈ જવાનો? તારા જ પુણ્ય પાપના સંસ્કારોને ?
* તું મરણથી બચવા ગમે તેવા જોષ જોવડાવે. કે રોગ મુક્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે. * ધન પ્રાપ્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે.
- સંતાન તૃપ્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે. પણ તે તો સર્વ તારા પૂર્વસંચિત કર્મ પર આધારિત છે. એટલે એટલું વિચારી રાખજે કે જન્મ જોષ જોયા વગર જ લેવો પડે છે. આવા નિરાધાર – અશરણ જીવનનો શૂનકાર ધર્મ વડે જ પૂરાય છે. ધર્મ જ રક્ષણ આપે છે.
ભૂતકાળમાં બહારના હુમલાથી બચવા રાજાઓ કિલ્લાઓ ચણતા હતા. હવે બૉમ્બ પડવા માંડ્યા, એટલે ભોંયરા બનાવવા માંડ્યા પણ કાળનો બોમ્બ પડશે ત્યારે શું બનાવશો? કોનું શરણ લેશો? ત્યારે મૂંઝાવું તેના કરતાં વેળાસર ચેતી જવું અને ધર્મનું શરણ ગ્રહણ કરવું.
ઘણી સાધનસામગ્રી છતાં, ચારે બાજુ ઘણા લોકોનો પરિચય છતાં જીવ કેમ મૂંઝાય છે ! એનું હૃદય રિક્ત કેમ છે ! તેને ભરવામાં શું ખૂટે છે ? કાચી સામાયિકયોગ
* ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org