________________
માટીના કોડિયામાં તેલ, દિવેટ'પુરાય અને જ્યોતની આંચ મળતાં પ્રકાશી ઊઠે છે. ભાઈ તારા આત્મામાં જ્ઞાન ક્રિયાનો યોગ છે તેમાં સદ્ગુરુના બોધરૂપી જ્યોતની આંચ આપે જીવનનો શૂનકાર ટળી જશે. તું સમષ્ટિને ચાહતો થઈ જઈશ. આવા શૂનકારને દૂર કરવાનું બળ સામાયિકવ્રતમાં પણ રહેલું છે.
સામાયિક એટલે ઉપયોગની શુદ્ધિ. સાવદ્યયોગોનો પરિહાર. નિરવદ્યયોગનું સેવન.
યોગ : મન, વચન, કાયા, જે પૌદ્ગલિક સાધનો છે. દેહમાં રહેલા આત્માને જ્યારે પુગલના સંયોગથી વિશેષ ફુરણા થાય છે, ત્યારે આ ત્રણે સાધનો યોગ કહેવાય છે. તેના દ્વારા જે પ્રવૃત્તિઓ થાય તેમાં પરિણામની શુભ કે અશુભ ધારા પ્રમાણે તે યોગો શુભ કે અશુભ ગણાય છે. એ યોગો જ્યારે સાંસારિક ભાવથી પ્રવર્તે ત્યારે સાવદ્ય ક્રિયા યુક્ત હોય છે. એ યોગો જ્યારે આત્મલક્ષ્યના હેતુમાં સહાયક થાય છે ત્યારે શુભયોગ ક્રિયાયુક્ત હોય છે તેથી શુભાશુભ આશ્રવ થાય છે.
ઉપયોગ : આ યોગ સાથે આત્માનો ઉપયોગ જોડાય છે. વાસ્તવમાં જ્ઞાનસ્વરૂપ ઉપયોગ ક્રિયાદિને જાણે છે. પરંતુ મોહનીય કર્મયુક્ત ઉપયોગ તે તે યોગમાં જોડાય છે. ત્યારે તે ઉપયોગ શુભ કે અશુભપણે પ્રવર્તે છે. સામાયિક - સમભાવપણે પ્રવર્તતો ઉપયોગ ચારિત્રશુદ્ધિનું નિર્માણ કરતો યથાવાત ચારિત્રરૂપે પરિણમે છે ત્યારે પૂર્ણજ્ઞાનને પ્રગટ કરે છે, ત્યારે યોગોનું અસ્તિત્વ હોવા છતાં કષાયયુક્ત પરિણામ - ઉપયોગ ન હોવાથી ઈર્યાપથ આશ્રવ જ્ઞાનીને બંધન કરતા નથી. -
– આમ યોગ શુભાશુભ આશ્રવનું કારણ છે.
કાયા વાડ મન યોગ સ આશ્રવ:” – તત્ત્વાર્થાધિગમ
સામાયિકની ફળશ્રુતિ યોગોનો વિરામ અને ઉપયોગની જાગૃતિ – શુદ્ધિ છે. પૂર્ણતાની યાત્રાનું મુખ્ય સાધન શુદ્ધોપયોગ છે. ભૂમિકા પ્રમાણે શુભભાવયુક્ત ભક્તિ સત્સંગ આદિ હોય છે. સમ્યગ્દષ્ટિ આત્મા જાણે છે કે અશુભરાગથી છૂટવા શુભરાગનું પ્રયોજન છે. તેનાથી સન્માર્ગે જવાની સ્કૂરણા થાય છે. પરંતુ મોક્ષમાર્ગનાં સાધનો તો સમ્યગ્દર્શન અને સમ્યગુ જ્ઞાન છે. સાથે ચારિત્રની પૂર્ણ શુદ્ધિ થતાં પૂર્ણ – કેવળજ્ઞાન પ્રગટ થાય છે. મિથ્યાષ્ટિ ૨૮ ને
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org