________________
૩૧. સામાયિકના સાધકની મનોદશા:
સામાયિકનો સાધક સમતા ગુણથી ભરપૂર હોય એથી તેને જગતની જીવરાશિ આત્મવત જણાય. શુભાશુભ યોગમાં હર્ષવિષાદ ન કરે, આત્મામાં તે સંતુષ્ટ હોય. પરગુણ પ્રશંસક અને સ્વગુણ આચ્છાદક હોય.
કષાયજનિત પ્રકૃતિને શમાવવાવાળો, વિષયથી સંયમિત, માત્ર ભવંતની ભાવનાવાળો, મુક્તિનો આરાધક, ઉદય જનિત ઉપાધિમાં, ભવભ્રમણમાં ઉદ્વેગવાળો, શુદ્ધ આત્મસ્વરૂપમાં શ્રદ્ધાવાળો, સર્વજ્ઞદેવગુરુનાં બોધવચનોની અનન્ય શ્રદ્ધાવાળો હોય છે.
- પૂર્વ પ્રારબ્ધના પ્રયોજનથી ગૃહસ્થપણાના ઉદયમાં પણ આરંભ પરિગ્રહ પ્રત્યે ઉદાસીન રહી સમપરિણામે પ્રવર્તે છે. સંસારના કાર્યની પ્રવૃત્તિના ઉદયનું વેદન હોવા છતાં તેમાં લાભ-અલાભમાં આકુળતા નથી. સાક્ષીરૂપે રહેવો પ્રયત્નશીલ છે.
સાધકની મનોદશાનું વિશેષ વલણ અંતરંગ પ્રત્યે છે. તેથી ઉદય કર્મમાં તે તારવી લે છે કે આ અન્ય ભાવ છે. પદાર્થને જ્ઞાનસ્વરૂપે જાણનારો આત્મભાવ છે. આવું સ્વભાન હોવાથી સાધક પર પ્રસંગમાં ઉદાસીન રહે છે. તે વિચારે છે કે દુઃખનું કારણ અને દુઃખનું લક એવા અસાર અને ક્લેશનું કારણ એવા આરંભ પરિગ્રહથી મુક્ત ક્યારે થઈશ? છતાં ગૃહસ્થદશામાં હોવાથી હવે મારે આવશ્યક કાર્યમાં પ્રવૃત્ત થવું. તે પણ પાપભીરૂ થઈ તેવા પ્રસંગોમાં પ્રવર્તવું. તે તે પ્રસંગોમાં ક્ષણે ક્ષણે જાગૃત રહેવું.
આમ ઉદયપ્રાપ્ત સ્થિતિથી જે પ્રકારે દૂર રહેવાય તેમ પ્રવર્તે છે. બાહ્ય પ્રસંગો અને પરિચયથી જાગૃતપણે દૂર રહે છે. અનિત્યાદિ પદાર્થોમાં આત્મબુદ્ધિ થતી નથી અને અશરણ એવા સંસારમાં પ્રીતિ થતી નથી. એ પ્રસંગોમાં, કાર્યોમાં અને વ્યવહારમાં રાગપૂર્વકનો ભાવ થતો નથી. અનિત્યમાં નિત્યબુદ્ધિ અને અશરણમાં શરણબુદ્ધિ થતી નથી. મહાપુરુષો પણ જે રાગાદિભાવથી નિવૃત્ત થયા તેમાં હિતબુદ્ધિ કરી વર્તવું તે પ્રમાદ છે. બંધનું કારણ છે. તે જાણે છે કે દેહબુદ્ધિમાં રહેલી સુખની કલ્પના નિરર્થક છે. કારણ કે ક્યારે પણ અવિનાશી દેહની પ્રાપ્તિ થતી નથી અને જે વિનાશી છે તે સુખદાયક ન હોય. એટલે
સામાયિયોગ
૧૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org