________________
છે. તને સુખનો ખપ છે તો સુખદાતા પંચપરમેષ્ઠિનો જપ કરી લે. પ્રથમ ગુરુજનોના કહેવાથી કર તો પુણ્યવંતો થઈશ પછી તારી શ્રદ્ધાથી કરીશ તો સ્વરૂપવંતો થઈશ.
અચિંત્ય શક્તિના સ્વામી પંચપરમેષ્ઠિ છે. તેનો તને ખપ છે, અને જો તું જપ કરે તો તે શક્તિ પ્રવાહિત થઈ તારામાં સંક્રમણ કરશે. અને તું પણ અચિંત્ય શક્તિનો સ્વામી થઈશ.
હે સુજ્ઞ! સંસાર કેટલા કાળથી ચાલે છે? થાક લાગ્યો છે? નવકાર કેટલા સમયથી ગણે છે? કેટલા ગણે છે? કેટલા કલાક ગણે છે? જેમ મૂડી વધે સુખ થશે તેવો ભાવ રહે છે તેમ જેટલા નવકાર વધશે તેટલું અલિપ્ત સુખ વધશે. મૂડીનું વધવું દુઃખ મિશ્રિત સુખ છે. નવકારના સ્મરણની મૂડી પુણ્ય મિશ્રિત સુખ છે. જે પુણ્ય તારામાં અનાસક્તિ પેદા કરે છે. અને તું સંયમના માર્ગે સંચરે છે. આ સર્વેના મૂળમાં નવકારમંત્રની સર્વોચ્ચતા છે.
સામાયિક, વિધિવિધાન, કે સર્વે અનુષ્ઠાનમાં નમસ્કારમંત્રનું પ્રથમ સ્થાન કેમ ? નમસ્કારમંત્રનું સમસ્ત આગમશાસ્ત્રોમાં અગ્રિમ સ્થાન છે. કારણ કે ધર્મનું મૂલ વિનય છે તે નમોથી વિવક્ષિત છે.
નમસ્કારમંત્રમાં વિશ્વનાં શ્રેષ્ઠ પાંચ પદો કે જે આધ્યાત્મિકતામાં સર્વોચ્ચ ભૂમિકામાં છે. તેને સામાયિકનો આરાધક પ્રથમ વિનયપૂર્વક નમે છે. જેના કારણે ચિત્ત વિશુદ્ધિરૂપ સામાયિકની પ્રાપ્તિ સુલભ બને છે. વળી સાધકમાં રહેલા અહંકારના સંસ્કારો નષ્ટ થઈ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થાય છે. માટે સામાયિકધર્મના અભિલાષીએ નમસ્કારમંત્રને જીવનમાં પ્રાણ સમ' ન માનવો જોઈએ. સામાયિકના સાધ્યની સિદ્ધિ માટે નમસ્કારમંત્ર શ્રેષ્ઠતમ ધન છે.
નમસ્કારમંત્રની સાધનામાં પૂજનીયની પૂજા, વંદન ભક્તિ, આદર, આજ્ઞાપાલન જેવાં સાધનો સમાવિષ્ટ હોવાથી તેના ફલસ્વરૂપે સાધક સમ્યકત્વ તથા ચારિત્ર – સામાયિકની પ્રાપ્તિ કરે છે.
નમસ્કારમંત્રમાં ત્રણે યોગનું ઐક્યપણું સામાયિકધર્મને પ્રગટ કરે છે. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અનુષ્ઠાનની પ્રેરણા મળે છે.
કાયિક નમસ્કાર : શીશ નમાવીને થાય છે, અથવા પંચાંગ પ્રણિપાત વડે થાય છે.
વાચિક નમસ્કાર : પંચપરમેષ્ઠિના ગુણ-સ્તુતિ વડે થાય છે.
સામાયિક્યોગ !'
* ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org