________________
માનસિક નમસ્કાર : ચિત્ત - મન આ પંચપરમેષ્ઠિ પદ પ્રત્યે અત્યંત આદર અને શ્રદ્ધાયુક્ત હોય છે. આથી સાધક સાવદ્ય પાપવ્યાપારને ત્યજીને નિરવદ્યયોગોનું સેવન કરે છે, આત્મપરિણતિની નિર્મળતા વૃદ્ધિ પામવાથી આત્મા-પરમાત્માનું ઐક્ય સ્થાપિત થાય છે. ત્યારે અસંગ અનુષ્ઠાન સાધ્ય થાય છે. એવા સાધક માટે કહેવાય છે કે ઈક્કોવિ નમુક્કારો પર્યાપ્ત થાય છે. (એક પણ કરેલો નમસ્કાર)
વળી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નમસ્કાર વડે અનુક્રમે જીવ પાત્રતાને પ્રગટ કરી અનંત ભવભ્રમણથી મુક્ત થાય છે. વર્તમાન જન્મમાં બોધિબીજની પ્રાપ્તિ કરાવનાર છે. જેને સંસારનો ક્ષય કરવો છે, જન્મમરણથી મુક્ત થવું છે, તે ભવ્યાત્માઓને દુર્ગાનથી મુક્તિ મળે છે. અને ધર્મધ્યાનમાં પ્રવેશ થાય છે. જે શુક્લ ધ્યાનનું બીજ છે. શુક્લધ્યાન દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરીને જીવ મુક્ત થાય છે.
નમસ્કાર મંત્રનો, આવો અપૂર્વ મહિમા તેના એક એક અક્ષરમાં એક એક પદમાં રહેલો છે. આથી તેનું સ્થાન અગ્રિમ છે. ચૌદપૂર્વના જ્ઞાનની બરોબરીમાં કે સારરૂપે નમસ્કાર મંત્ર છે, આવું અદ્ભુત અનુષ્ઠાન આગમના શ્રુતજ્ઞાનના સારરૂપે સામાયિક ધર્મ સાથે ઓતપ્રોત છે. અર્થાત્ ભાવપૂર્વક, શ્રદ્ધાયુક્ત, જિનાજ્ઞા પ્રમાણિત કરેલા નમસ્કારમંત્રની ઉપાસના સામાયિકની પ્રાપ્તિ કરાવે છે. મોક્ષપ્રદાતા છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે.
સામાયિક તે હી આત્મા, ધારો શુદ્ધ અર્થ
નિર્વિકલ્પ ઉપયોગમાં, સર્વ કર્મ વ્યર્થ.” નવકારમંત્ર પ્રથમ મંગલ છે. પાંચ પદમાંથી કોઈને પણ નમસ્કાર કરવાથી, નમનીયમાં જે ગુણો રહેલા છે, તે ગુણો આપણામાં પ્રગટ થાય છે. સર્વ પાપનો નાશ થતાં દુઃખો નાશ પામે છે. અને જીવ મંગળ – સુખને પામે છે.
શરીરને હું માનનાર આ તત્ત્વને પામી નહિ શકે, પરંતુ શરીર પ્રમાણે વ્યાપ્ત ચૈતન્ય પરમાત્માનો સ્વીકાર કરનાર પરમાત્મ પદને પ્રાપ્ત કરે છે.
૧૨૨
:
ભવાંતનો ઉપાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org