________________
૩૭ સામાયિક વિધિની સ્થાપના:
T પંચદિય સૂત્રનો મહિમા સ્થાપનાચાર્ય : ભગવાન સ્થાપનાચાર્યની બદલીમાં સામાયિકના સાધકો સ્થાપના-ચાર્યની સ્થાપના કરે છે. આજ્ઞાના માહાસ્યને લક્ષ્યમાં રાખીને તેઓ નવકારમંત્ર પછી પંચદિવસૂત્ર' વડે ગુરુવર્યની સ્થાપના કરે છે.
આ સૂત્ર એ સૂચવે છે કે સામાયિક ધર્મમાં લાવનાર ગુરુપદ કેટલું પવિત્રતમ છે. ક્યાંય મલિનતા ડોકાય નહિ તેવા પદાર્થોથી ગુરુપદ પરિપૂર્ણ બને છે.
નિર્ગથ અને નિર્મોહ તેવા ગુરુજનો પંચેન્દ્રિય ગજના દર્પને સંયમમાં રાખે છે. એક એક ઇન્દ્રિયના વિષયોના વિષપાનનું વમન અને શમન તે તેમનો સંયમ છે. મનના સંયમ વડે તેઓ બ્રહ્મચર્યનું નવ વાડથી સેવન કરે છે. ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયો તેમની પાસે મૂંગામંતર થઈ ગયા છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના સર્વાગી ઉપાસક છે. પાંચ પ્રકારના શુદ્ધાચારથી રક્ષિત તેમનું આત્મત્વ છે. અને છકાય જીવની રક્ષા માટે તેઓ પાંચ સમતિને તથા ત્રણે યોગોની શુદ્ધિ માટે ગુપ્તિને આચરનાર છે. તેઓ મારા ગુરુ છે. હું આવા ગુરુનો શિષ્ય કેવી રીતે રાચી-માચીને સંસારનું સેવન કરી શકું?
જો ગુરુ પદમાં આવું અચિંત્ય સામાણ્યું નથી તો મને કરવામાં સહાય નહિ થાય. માટે મને આવા ગુરુનો જ અનુગ્રહ હો. જેથી હું વાસ્તવિક ધર્મ પામી શકું.
ભલે શિક્ષા અને દીક્ષાગુરુ જે સમયે જેનો યોગ મળે તેના સહયોગમાં સાધનાનો પ્રારંભ હો, પરંતુ મોક્ષમાર્ગના ગુરુ તો સ્વરૂપનિષ્ઠ, નિર્ગથ હોવા આવશ્યક છે. તેવા સદૂગુરુની શોધ કરવી અને તેમના ચરણના સમીપમાં રહેવું સમર્પણભાવે ભક્તિ કરવી. તેમની આજ્ઞાને શિરસાવદ્ય માનવી. જેથી માર્ગ સુલભતાથી પ્રાપ્ત થાય છે. સંસારયાત્રા નિર્વિને સમાપ્ત થઈ જીવ શીવત્વની પ્રાપ્તિ કરે છે.
જિનેશ્વરના વિરહકાળમાં જિનપ્રતિમાનું સેવન છે. તેમ ગુરુની અનઉપસ્થિતિમાં સ્થાપના વિનયધર્મનું મૂળ છે.
સામાયિક યોગ
એક ૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org