________________
પરિશિષ્ટ
આવશ્યક ઉપકરણ :
સ્થાન : એકાંત શાંત અને પવિત્ર સ્થળ પસંદ કરવું.
શુદ્ધ વસ્ત્ર : આપણા ઉપયોગમાં ચંચળતાને કા૨ણે મલિનતા હોય છે. તેમાં વસ્ત્રાદિની મલિનતા સૂક્ષ્મપણે અસર કરે છે. જેમ મનની શુદ્ધિ જરૂરી છે તેમ સાધનની, વસ્ત્ર, સ્થાનની શુદ્ધિ જરૂરી છે.
ઉપકરણ : એટલે ધાર્મિક અનુષ્ઠાનનાં સાધનો. સંસારી જીવો અધિકરણ ભૌતિક સાધનોમાં ગૂંથાયેલા રહે છે. તે આ ઉપકરણના અવલંબને. અંતઃકરણને શુદ્ધ કરી શકે છે.
સામાયિકમાં ઉપયોગી
-
- ૧
-
૧. સ્થાપનાચાર્ય : ગુરુજીની અનુપસ્થિતિમાં ધાર્મિક પુસ્તક કે નવકારમંત્ર - પંચદિયસૂત્રનું ખાસ સાધન સ્થાપનાચાર્યજી હોય છે તેને સાંપડા ૫૨ કે ઉચ્ચ સ્થાને રાખવા.
-
ઉપાશ્રયમાં જે સ્થાપનાચાર્યજી છે તેમાં પાંચ શંખ વિધાનયુક્ત હોય છે. પાંચમાં ગણધર સુધર્મા સ્વામી જે ગણધરમાં અંતિમ મોક્ષે ગયા છે. તેઓ પાંચમા હતા અને તેમના પગે શંખ આકારનું લંછન કે પદ્મ હતું. તેથી પાંચ શંખની તેમાં સ્થાપના કરેલી છે.
૨. કાસણું : કટ – સાદડી તેનું આસન : કટાસન કે કટાસણું, તે નિરાંતે બેસવા માટે નથી પરંતુ એક સ્થાનના ભાન માટે છે. અહિંસક ગ૨મ આસન રાખવું. જેથી અન્ય જીવની રક્ષા થાય. અને શરીરમાં રહેલા આત્મપ્રદેશોની શક્તિ પ્રવાહિત ન થાય. શક્ય હોય તો અંગત આસનિયું રાખવું જેથી તે પોતાની ભાવનાથી ભાવિત હોય.
Jain Education International
મુહપત્તિ : સફેદ કાપડનો એક વેંત ચાર આંગળ પ્રમાણ ટૂકડો રાખવો. આ સાધન વિશેષ વાયુકાય જેવા સૂક્ષ્મજીવોની આપણા શ્વાસથી રક્ષા માટે છે. મુહપત્તિનું બીજું માહાત્મ્ય તેના પચાસ બોલમાં રહેલું છે. આ સાધનની ચોકસાઈ જાળવવી જરૂરી છે. આ ક્યાં પહેરવું છે, માટે મલિન હોય તો ચાલે તેવો અનાદર ન સેવવો. ઉચ્ચાર સમયે તેનો ઉપયોગ કરવો.
૩. ચરવળો : અહિંસક ગ૨મ સુંવાળા તાંતણાનો ગુચ્છ જેવો, લાકડાની
સામાયિયોગ
For Private & Personal Use Only
* ૧૫૫
www.jainelibrary.org