________________
દાંડીવાળો. આ સાધનમાં પણ જીવ અહિંસાની મુખ્યતા છે. સામાયિક પ્રતિક્રમણમાં કાયોત્સર્ગ જેવી ક્રિયામાં જે ઊઠવું કે પછી બેસવું પડે ત્યારે જયણા માટે ચરવળો છે. સંયમનું ખાસ પ્રતીક છે. રજોહરણ = કર્મરૂપ રજ દૂર કરવામાં જાગૃતિનું ભાન કરાવનાર છે. સામાયિકમાં કટાસણું – મુહપત્તિના યોગ્ય સાધનના અભાવે અનિવાર્ય સંયોગોમાં કંઈ અન્ય સાધન લઈ શકાય પણ ચરવળાની અવેજીમાં અન્ય સાધન ન લઈ શકાય. સૂક્ષ્મજીવોની રક્ષા માટે છે માટે આકર્ષકતાથી લોભાઈ ચરવાળો હિંસક વસ્તુનો ન હોય તેનો પૂરો ખ્યાલ રાખવો.
નવકારવાળી : સામાયિકમાં મનને નવરું રાખવાથી નબળું પડે છે. અનેક સ્થાનોએ ભમે છે તેથી મંત્રજાપમાં રોકી રાખવું. તે માટે નવકારવાળી રાખવી.
ગ્રંથ : સ્વાધ્યાય એ તપ છે. પ્રભુના વચનબોધ છે. વાચનાદિ વડે સ્વાધ્યાય કરવો. શાસ્ત્રો - ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરવો જેથી આત્મસ્વરૂપ પ્રત્યે વૃત્તિ દોરાય. કાઉસગ્ગ કે ધ્યાન કરવા.
સાંપડો : નાનો મોટો સાંપડો કે એવું સાધન રાખવું જેના પર ગ્રંથ | માળા મૂકી શકાય, જેથી તેની શુદ્ધિ અને આદર જળવાય.
ઉપયોગ : આખરી સાધન અંતરંગ છે. ઉપયોગ, ભાવ, મનને ક્રિયા દ્વારા અંતરંગદશા તરફ પ્રેરવા. શુદ્ધભાવ વડે, સમભાવ વડે સામાયિક કરવું. સ્થાપના વિધિની વિશેષતા :
જમણો હાથ સ્થાપનાચાર્ય કે ગુરુ સન્મુખ ઊંધો ધરવો તે વિનયનું કારણ છે. મારે સામાયિકનો લાભ લેવો છે, આપ લાભ આપો. જમણો હાથ સ્થાપન કરવો તે અભયમુદ્રા છે. તે સૂચવે છે કે ગુરુ અભય દાતા છે. એ સ્થાન અભય છે. સામાયિક ક્રિયા અભયરૂપ છે. હાથ લાંબો કરીને સ્તુતિ કરાય છે. ધન્ય ગુરુદેવ. પછી નવકાર મંત્ર અને પાંચદિય સૂત્રથી ગુરુની અનઉપસ્થિતિમાં સ્થાપનાચાર્યની સ્થાપના કરવી. ધાર્મિક પુસ્તક કે નવકારવાળી પણ મૂકી શકાય. પારણવિધિમાં ચરવળા પર ઊંધો હાથ મૂકવામાં ગુરુ ચરણ પર હાથ મૂકવાની ભાવના છે. સવળો હાથ ગુરુની અનઉપસ્થિતિમાં રાખીને નવકાર ગણવાનો. તે વરદ મુદ્રા છે. અન્યથા મનમાં ભાવના રૂપે ગણવો. તે વરદ મુદ્દા ગુરુદેવનું વરદાન માંગવા માટે છે. જેથી પુનઃ પુનઃ સામાયિક કરવા પ્રેરાઉ. ૧૫૬ એક
ભવાંતનો ઉપાય:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org