________________
૮. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવથી સામાયિક :
દ્રવ્ય = સામાયિક બાહ્યવિધિથી લેવાનું છે. તે સમયે સર્વે સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો જરૂરી છે. સામાયિકમાં જરૂરી ઉપકરણો રાખવાં, તે પણ શોભાયમાન કરીને તેના વિકલ્પમાં ન પડવું. બાહ્ય પદાર્થોનો ત્યાગ અને સર્વ જીવોનો મૈત્રીભાવ તે દ્રવ્ય સામાયિક છે.
ક્ષેત્ર = સામાયિક માટે પવિત્ર અને એકાંત સ્થાન પસંદ કરવું. છેવટે ઘરમાં પણ શાંતિ મળે તેવા સ્થાને કરવું. બાહ્ય વસ્તુની લેવડદેવડ કરવી નહિ. જે ક્ષેત્રમાં જે સ્થાને જે આસને સામાયિક લીધું હોય તે સ્થાને જ વિધિ પૂરી કરવી.
કાળથી = સામાયિકમાં રહેવાનો સમય ૪૮ મિનિટ પૂરો હોવો જોઈએ. ગમે તે સમયે સામાયિક થઈ શકે. ઠંડી કે ગરમી સમતાથી આકુળતાનો ભાવ ન કરવો. પરંતુ બને તેટલી સામાયિક કરવા.
ભાવથી : સમભાવમાં રહેવું. અશુભ ધ્યાનનો ત્યાગ કરવો. ખાસ મૈત્રી આદિ ભાવનામાં મનને રોકવું. આર્ત રૌદ્રધ્યાન ન કરવું. સમ્યગૂજ્ઞાની અજ્ઞાન અને મોહને જાણી ભેદજ્ઞાનથી વર્તે છે. દેશવિરતિ કે સર્વવિરતિધર અજ્ઞાન અને મોહને નષ્ટ કરવાનો મહાપુરુષાર્થ કરે છે. કેવળજ્ઞાની પરમાત્માએ અજ્ઞાન અને મોહને સંપૂર્ણપણે નાશ કર્યો છે. તે ભાવ સામાયિક છે.
“મોહનીય કર્મનો ઉદય આત્મસ્વરૂપનો અસ્ત
આત્મસ્વરૂપનો ઉદય મોહનીયકર્મનો અસ્ત.” પરને ગમે તેટલું જાણે પણ સ્વને ન જાણે તો તે જ્ઞાની નથી. પર પદાર્થ જાણવામાં ગૂંચાયેલો શેય-જ્ઞાની થશે, પણ તેની મુક્તિ નથી. આત્મજ્ઞાની સ્વને સંપૂર્ણ જાણે છે. એટલે પર પદાર્થ તેના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય પણ તેમાં એકતા ન હોવાથી, તે જ્ઞાની મુક્ત થાય છે. જ્ઞાન અને આનંદ અભેદ છે. જ્ઞાનાનંદ પૂર્ણ તત્ત્વ છે. શેયાનંદ પુણ્ય તત્ત્વ છે. જ્ઞાન દ્વારા જણાવેલા શેયમાં એકત્વ થવું તે યાનંદ છે, તે ક્ષણિક છે.
પૂર્ણજ્ઞાનાનંદ સ્વરૂપના સ્વામી વીતરાગ પરમાત્મા છે. કોઈને હરાવ્યા વગર વિજેતા છે. કારણ કે તેમની જીત આંતરિક છે. ભગવાનનું સામર્થ્ય જ એવું છે કે હરાવવા આવેલાને જીતી લે અને તેમને પણ જીતાડી દે,
જ
*
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org