________________
સ્નેહ હોય. સંતાનો પ્રત્યે વાત્સલ્ય હોય. વડીલો પ્રત્યે આદર હોય, ગુરુજનો પ્રત્યે સેવાભાવ હોય, પરમાત્મા પ્રત્યે ભક્તિ હોય. ધર્મ પ્રત્યે અનુરાગ હોય ત્યારે સદ્વર્તન સર્વાગ બને છે. પુણ્યબળ ઓછું હોય કે મનોબળ ઓછું હોય તો સદ્વર્તન ટકતું નથી. ધર્મભાવના યુક્ત સદ્વર્તન બધી જ પરિસ્થિતિમાં ટકે છે.
પરમાર્થદષ્ટિએ આત્મતત્ત્વની રૂચિ, આત્મપરિણામરૂપ બોધ અને તે જ પ્રમાણેનો આચાર તે સદ્વર્તન છે. એ વડે જીવ શિવ થાય છે. પરપદાર્થ પ્રત્યે તુચ્છતા આવે, દૃષ્ટિ સ્વતરફ વળે, ત્યારે આત્મતત્ત્વની રુચિ થાય છે. તીવ્ર જિજ્ઞાસા થવી કે મારે આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવી છે.
૨ શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન : શાસ્ત્રાનુસારી અર્થાત્ જિનાજ્ઞાયુક્ત શુદ્ધજીવન. આહારાદિમાં ૨શુદ્ધિ જેમાં અભક્ષ્ય આહાર, વ્યસન, મહાવિગઈ, કંદમૂળ, રાત્રિભોજન ત્યાગ, અયોગ્ય સ્થાનોનો સંપર્ક વર્ય. સાસરિક ભાવના આચતા વૃત્તિ, પ્રવૃત્તિનો સંક્ષેપ. નિવૃત્ત જીવન, કષાયાદિની મંદતા, આવશ્યક ક્રિયાનો આદર, નિર્લેપ જીવન, ભેદજ્ઞાન સહિત કર્મનિર્જરા જેવા અંગોના સેવનથી શુદ્ધ જીવન શક્ય બને છે.
જીવનમાં જે જે કાર્યો કરવાનાં હોય તે કરે પણ કર્તવ્ય બજાવવાના ભાવથી કરે. દરેક કાર્યે જાગૃત રહે કે ક્યાંય અનુચિત થતું નથી ને ? ધાર્મિક અનુષ્ઠાનોમાં સઉલ્લાસ પ્રવૃત્ત રહે.
૩. વિષમતાનો અભાવ ઉત્પન્ન કરનારી ક્રિયા : સામાયિક એ ગહન અને મહાન સિદ્ધાંત અનુષ્ઠાન અને શિક્ષાવ્રત છે. તેનું શાબ્દિક પ્રયોજન પણ સમભાવ છે. આત્મા સાથે વણાયેલો, સ્થપાયેલો અને ઐક્ય ધરાવતો એ ગુણ છે. તેથી સંસારી જીવમાં થતી અનેક પ્રકારની વિષમતા, વ્યાકુળતા કે ચંચળતાને સામાયિક સમાવે છે.
વિષમતા એટલે રાગ-દ્વેષ, હર્ષ-શોક, રતિ-અરતિ, શોક-ભય, માનઅપમાન જેવા કંથી જીવમાં જે વ્યાકુળતા પેદા થાય છે, તે સામાયિકની વિધિ, ક્રિયા, ભાવ કે શ્રદ્ધા શમાવે છે. વિષમતાનો અભાવ એટલે સમતાનો સદ્ભાવ સર્વ પ્રાણીઓ વિષે સમતા, ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે સમતા, પરપદાર્થોની માંગ પ્રત્યે સમતા, ચિત્તવૃત્તિઓના વિકારો પ્રત્યે સમતા કેવળ સમતા... સમતા...
૪. સર્વ જીવો પ્રત્યે બંધુતા કે મિત્રતાની ભાવના : સમાન્ય રીતે જ્યારે જીવો એકલી ક્રિયા કે ફક્ત સિદ્ધાંતને પકડે છે ત્યારે તે તે વિધાનો સાંકડાં
૧૨
-
, ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org