________________
થઈ જાય છે. વાસ્તવમાં વિધાનોની વિશાળતા સમગ્ર સૃષ્ટિ સાથે સંકળાયેલી છે. સામાયિકની ક્રિયામાંથી જ્યારે નિષ્ઠા જન્મે છે, ત્યારે જિનાજ્ઞા જીવમાં પરિણમે છે. તેથી સામાયિક કરનારના ભાવ વિશ્વના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવયુક્ત કે બંધુત્વયુક્ત હોય છે. સમભાવી આત્માને કોઈ શત્રુ હોતો નથી. શત્રુને ઉપકારી માની શત્રુતાને છેદી નાંખે છે. મિત્રતા અને બંધુતા એ સમગ્ર જીવરાશિ પ્રત્યેના ચૈતન્યની એકતા છે. જીવન એવું નિખાલસ હોય છે કે ક્યાંક વૈરવિરોધ થતો નથી. તેનું સામાયિક વૈરાગ્યથી વાસિત હોય છે.
૫. રાગ દ્વેષને જીતવાનો પ્રયત્ન : સામાયિક એ આત્મિકભાવની ક્રિયા છે. રાગ અને દ્વેષ વિષમભાવ છે. સંયોગિક સંબંધના ભાવ છે. પરંતુ અજ્ઞાનવશ ગ્રહણ થયા છે. તેની વર્તમાન દશાનું ભાન સાધકને છે. તેથી તેના સામાયિકનું સર્વ પ્રયોજન રાગ-દ્વેષને દૂર કરી સમભાવમાં રહેવાનું છે અને નિર્જરાને પ્રગટ કરવાનું છે.
૬. સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રની સ્પર્શના : સમભાવરૂપી સામાયિક આત્મશક્તિનો લાભ આપનારું અંગ છે. સામાયિકવિધિ ભાવથી ન થાય તો તે આત્મશક્તિના અંગનો હ્રાસ કરે છે. વિધિવત્ કરેલું સામાયિક સમતાભાવનું સહાયક છે. તેથી જીવમાં રહેલું જ્ઞાન સમ્યગું બને છે, અને આચાર પણ સમ્યગૂ બને છે. સમ્યગૂજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ પૂર્ણ મોક્ષમાર્ગનાં સાધન છે.
૭. શાંતિની આરાધના : વિભાવદશા રહિત આત્મશાંતિની આરાધનાનું પ્રેરકબળ સામાયિક છે. સ્વભાવ રહિત સર્વ અવસ્થા વિભાવ જનિત છે, વિભાવ એ કર્મબંધનું કારણ છે. કર્મબંધ અશાંતિનું કારણ છે. આવી દુષ્ટ પરંપરાને તોડવા સામાયિક વડે થતો સમભાવ તરણોપાય છે. શાંતિચાહકે સામાયિક અવશ્ય કરવું.
૮. અહિંસાની ઉપાસના : અહિંસા સર્વ જીવ પ્રત્યેનું વાત્સલ્યદર્શી તત્ત્વ છે. અહિંસારહિત માનવ પશુતામાં આવશે. બાહ્ય અહિંસા જીવમાત્ર પ્રત્યે દયા, કરુણા, અનુકંપા, વાત્સલ્યના ભાવનું સદાચરણ છે. ભાવ અહિંસા – અંતરંગ અહિંસા, રાગદ્વેષ રહિત આત્માની નિજી સંપત્તિ છે. શુદ્ધ અવસ્થા છે. એ અહિંસાની ઉપાસના સમભાવથી થાય છે. સર્વ જીવો સુખી થાઓ. કોઈ દુઃખ ન પામો એવી ભાવના નિરંતર કરવી. સંયમ અને તપ અહિંસાની ઉપાસનાનાં જ અંગો છે. અહિંસા સંયમ અને તપ ત્રણે મળીને ઉપાસના બને છે.
સામાયિકયોગ
* ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org