________________
થોડીવાર પછી કૌરવો ત્યાંથી નીકળ્યા. દમદંતમુનિને જોઈને વિચાર આવ્યો કે આપણને યુદ્ધમાં હરાવનાર આ છે. ક્રોધના આવેશમાં આવી કૌરવોએ મુનિ ઉપર ઇંટો-પથ્થરો વગેરે ફેંકી મુનિને દાટી દીધા. કુબુદ્ધિને ધારણ કરનારા કૌરવોએ હેવાનિયતભર્યું કામ કરવા છતાં સમતાના સાગર દમદંતમુનિ સહેજપણ શુભધ્યાનથી ચલાયમાન ન થયા.
થોડીવાર પછી પાછા ફરેલા પાંડવોએ દમદંતમુનિને જોયા નહીં અને એ જગ્યાએ લાકડાં, ઇંટો અને પથ્થરોનો ઢગલો જોઈ પાંડવોએ વિચાર કર્યો આ કામ કરવા સિવાય બીજા કોઈનું હોય નહીં, અને તરત જ તેઓએ ઈંટો વગેરેના ઢગલાને વિખેરી નાંખ્યો. મુનિરાજને પૂર્વવત્ ધ્યાન અવસ્થામાં ઊભેલા જોયા. કૌરવો માટે તેમને ઘણો ખેદ થયો. ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા મુનિની પ્રશંસા કરી તેમને નમસ્કાર કરી પોતાના સ્થાને ચાલ્યા ગયા. દમદંતમુનિ ધ્યાનમાં ઊભા છે. તેમને નથી પાંડવો ઉપર રાગ કે કૌરવો ઉપર દ્વેષ. તેઓ મનમાં એમ વિચારે છે કે, પાંડવોએ મને વંદન કર્યું તે મારું નથી. પરંતુ મારા પૂર્વભવના યશનામકર્મનું ફળ છે અને કૌરવોએ અવગણના કરી તે મારા પૂર્વભવનાં અપયશનામકર્મનું ફળ છે. તે બંનેએ મારા એ શુભાશુભ કર્મોમાંથી મને નિવૃત્તમુક્ત કર્યો તેથી તેઓ મારા ઉપકારી છે. આવી ઉચ્ચ વિચારશ્રેણી ઉપર ચઢતાં ચઢતાં રાગદ્વેષરૂપ શત્રુઓ ઉપર વિજય મેળવી, સમભાવમાં લીનતા કેળવી ઘાતિકર્મનો ક્ષય કરી દમદંતમુનિ કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા ! [૨] સમયિક સામાયિક ઉપર શ્રીમેતાર્યમુનિની કથા : રાજગૃહી નગરીમાં એક સોની રહેતો હતો, તે સારો કારીગર હતો. મગધસમ્રાટ શ્રેણિક રાજાનો એ માનીતો સોની હતો. મહારાજા શ્રેણિક પ્રભુ મહાવીરદેવની ભક્તિ માટે રોજ ૧૦૮ સોનાનાં જવ એની પાસે ઘડાવતા...
એક વાર સોની સોનાના જવ ઘડી રહ્યો હતો. ત્યાગી તપસ્વી મેતાર્ય નામના મુનિવર માસક્ષમણના પારણે ફરતા ફરતા સોનીને ઘેર આવ્યા. ધર્મલાભ કહી ઘરમાં પ્રવેશ કર્યો. સોનીએ ઊભા થઈ ભક્તિપૂર્વક મુનિરાજને આહાર વહોરાવ્યો! મુનિરાજના નીકળી ગયા પછી સોની મુનિરાજના ત્યાગ-વૈરાગ્યની પ્રશંસા કરતો પોતાને ધન્ય માનવા લાગ્યો! પાછો દુકાન ઉપર જઈને જોયું તો પેલા જવ દેખાયા નહીં. એને વિચાર આવ્યો કે મુનિ સિવાય બીજું કોણ
સામાયિક્લોગ
૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org