________________
કાયાના સમગ્ર સ્થૂલ વ્યાપારનો નિરોધ અવશ્ય છે. સૂક્ષ્મ સ્પંદન અને શ્વાસોચ્છ્વાસ જેવા સ્વાભાવિક સંચાલન રોકી શકાતા નથી. સ્વાસ્થ્ય હાનિ, જીવહિંસા જેવી હાનિ ન થાય તે માટે આ આગાર આપ્યા છે. ઉત્કૃષ્ટ સાધનામાં પરિષહ ઇત્યાદિને સહન કરવાના હોય છે.
કાયોત્સર્ગના કાળ પ્રમાણના ઘણા ભેદ છે. તે વિશેષ શ્વાસોચ્છ્વાસ યુક્ત છે. પરંતુ કાયોત્સર્ગથી મુક્ત થવા નમો અરિહંતાણં’નો ઉચ્ચાર જરૂરી છે. પ્રતિજ્ઞા માટે તાવકાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસિરામિ' પદ છે. કાયોત્સર્ગની જેવી મહાનતા છે તેવી તેની લશ્રુતિ છે. એટલે નિર્જરા કે જેમાં ક્રમશઃ કર્મમુક્તિ છે તેમાં બાર તપમાં આખરી અત્યંતર તપ કલશરૂપ કાયોત્સર્ગ છે.
કાયોત્સર્ગમાં દેહમમત્વ મોચન થવાથી પ્રાયે ઉપયોગની સ્થિરતાની વિશેષતા છે. અચલ સ્થિરતા માટેના ઉપાયો છે. (સર્વજ્ઞ કથિત સામાયિક ધર્મમાંથી નોંધ)
ચિંતન ઃ ૫૨માત્માના જ્ઞાનાદિ ગુણસ્વરૂપનું ચિંતન કરવું. જીવાદિ તત્ત્વોના યથાર્યસ્વરૂપનું ચિંતન કરવું. દેવ, ગુરુ, ધર્મના સ્વરૂપનું શ્રદ્ધાપૂર્વક ચિંતન કરવું. શુદ્વાલંબનમાં ચિત્તને સ્થિર કરવું.
સ્વાત્મદોષદર્શન : બીનપક્ષપાતે જેવા હોય તેવા રાગાદિ ભાવોનું નિરીક્ષણ કરી. તેને દૂર કરવા પ્રયત્ન કરવો તે માટે સદ્ગુરુનો બોધ ગ્રહણ કરી એ દોષથી પ્રતિપક્ષ એવા ગુણોનું કે ભાવનાઓનું ભાવન કરવું.
આ પ્રકારના ચિંતનાદિથી આત્મોપયોગ નિર્મળ થાય છે. અને શુભભાવનાના સાતત્યથી અવંધ્ય પુણ્ય કે જેની પાછળ પાપ ફરકતું નથી, અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યનું સર્જન થાય છે, જે મોક્ષમાર્ગને અનુરૂપ સાનુકૂળતાઓ અને ભાવનાઓનું નિર્માણ કરે છે.
કાયોત્સર્ગ સ્વયં તપ હોવાથી નિર્જરાનો હેતુ છે, પરંતુ મનાદિ યોગની ગુપ્તિ થવાથી સંવરનો હેતુ છે. .
સંવર : બાવીસ પરિષહ પૈકી કોઈપણ પરિષહનું સમ્યગ્ પ્રકારે સહન થવું. ક્ષમાદિ ગુણો સહજ ધા૨ણ થાય છે. અનિત્યાદિ ભાવનાથી મન ભાવિત બને છે. કાયોત્સર્ગ બે ઘડીના સામાયિકથી માંડીને છેક પૂર્ણ ચારિત્ર સુધી
સામાયિકયોગ
* ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org